એક સમાચારનો પ્રતિનિધિ એક ગામડામાં
એક ખેડૂતની મુલાકાત લઈ રહ્યો હતો.
પ્રતિનિધિ : આપના પાડોશીઓ શું ઈમાનદાર છે?
ખેડૂત : હા, ઘણા જ ઈમાનદાર છે!
જો આમ વાત છે,
તો આપે અહીં આ ભરેલી બંદૂક કેમ
તૈયાર કરીને રાખી છે?
પ્રતિનિધિએ મરઘીના વાડા તરફ આંગળી કરીને
ખેડૂતને પૂછ્યું.
ખેડૂતે કહ્યું : પાડોશીઓને ઈમાનદાર રાખવા માટે.
😅😝😂😜🤣🤪
એક ફેરિયો એક ઘર પર પહોંચ્યો.
પણ ઘરની સ્ત્રીએ કહ્યું : મારે કોઈ ચીજવસ્તુ
ખરીદવી નથી. તું અહીંથી ચાલ્યો જા?
નહીં જાય તો મારે પોલીસને બોલાવવી પડશે,
સમજ્યો?
ફેરિયો : બહેનજી,
પોલીસને બોલાવવા આ સીટી ખરીદી લ્યો.
કિંમત માત્ર વીસ પૈસા જ છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)