એક પ્રસિદ્ધ લેખક એકવાર માંદા પડ્યા.
બધા મિત્રો જોવા આવ્યા પણ એક કવિ મિત્ર
જોવા આવ્યો નહીં.
લેખક મહાશય સાજા થયા
એટલે કવિ મિત્ર પાસે ગયા અને
નહીં આવવાનું કારણ પૂછ્યું.
કવીએ કહ્યું : તમે બીમાર પડ્યા એ સાંભળ્યું
એટલે હું તરત જ
તમારા અવસાન બાદ ગાવા માટે
એક શોકગીતની રચના કરવા બેસી ગયો હતો.
😅😝😂😜🤣🤪
“પરિચય કેવી, રીતે આપશો?”
હાસ્યરસના એક પ્રોગ્રામમાં, હાસ્ય કલાકારનો
પરિચય આપનાર ભાઇએ જોકસ કહેવા માંડયાં,
એટલે હાસ્ય કલાકારે કહ્યું : મારો ફલાણા ભાઈએ
એવી રીતે પરિચય આપ્યો કે, જેને મેં છોકરી જોવા
માટે મોકલ્યો એ જ જાણે પરણીને આવ્યો ના હોય!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)