સ્વિમિંગ પુલમાં પાંચ રાઉન્ડ મારી,
બહાર નીકળીને પપ્પુ પોતાની ખુરશી પર બેસી પેપર વાંચવા લાગ્યો.
ત્યાં ટેબલ ઉપર પડેલો મોબાઈલ રણક્યો.
પપ્પુ : હેલ્લો.
ટીના : ટીના બોલું છું, ક્યાં ક્લબમાં છો?
પપ્પુ : હા.
ટીના : તમે ખિજાવ નહિ તો એક વાત કહેવી છે.
પપ્પુ : બોલ.
ટીના : ગયા અઠવાડિયે
મેં તમને કનક જવેલર્સમાંથી ડાયમંડનો દસ લાખ રૂપિયાનો સેટ અપાવવા કહ્યું હતું,
ત્યારે તમે મને બહુ બોલેલા કે હમણાં ધંધો મંદો છે,
બેંકનો ઓવરડ્રાફ્ટ ચડી ગયો છે.
પપ્પુ : તેનું શું?
ટીના : હમણાં હું કનક જવેલર્સમાં આવી છું ને મારો જીવ એ સેટમાં ચોંટી ગયો છે.
હું એ લઈ લઉં? પછી પાંચ વર્ષ સુધી હું કશું નહીં માંગુ.
મેં બેંકના મેનેજર સાથે પણ વાત કરી,
તેઓએ હમણાં ટેમ્પરરી ઓવરડ્રાફ્ટ આપવાની હા પાડી છે.
હવે તમે ના પાડતા નહિ. તમને મારા સમ છે.
પપ્પુ : ઠીક છે.
ટીના : થેન્ક યુ… થેન્ક યુ…. લવ યુ…. ચાલો મુકું છું.
ફોન મૂકીને પપ્પુએ ફોન ઊંચો કરીને બૂમ મારી.
“સાંભળો કોઈને ખબર છે આ કોનો ફોન છે?”
😅😝😂😜🤣🤪
પપ્પુએ ફૂટપાથ ઉપર ચોકથી
લખેલું વાક્ય વાંચ્યું :
‘આ વાંચવાવાળો ગધેડો.’
પછી પપ્પુએ એ ભૂંસીને લખ્યું :
‘આ લખવાવાળો ગધેડો.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)