ગ્રાહક (દુકાનદારને) : તમે હિસાબમાં ભૂલ કરી છે,
10 રૂપિયા ઓછા આપ્યા છે,
ગ્રાહકોને છેતરતા શરમ નથી આવતી?
દુકાનદાર : પણ આ પહેલા મેં તમને ભૂલથી
10 રૂપિયા વધુ આપ્યા હતા
ત્યારે તો તમે કંઈ ન બોલ્યા.
ગ્રાહક : મારો નિયમ છે કે દરેક માણસને
સુધરવાની એક તક જરૂર આપવી જોઈએ.
😅😝😂😜🤣🤪
આબુ પર્વતના એક ખતરનાક વળાંક આગળ
કાર ઊભી રહેતાં શેઠે તેમના ડ્રાઈવરને કહ્યું,
આ તો ખૂબ ખતરનાક વળાંક છે…
અહીં તો ખાસ બોર્ડ મૂકીને સૌને ચેતવણી
આપવી જોઈએ.
ડ્રાઈવર : શેઠજી!
પહેલાં આ વળાંક ઉપર બોર્ડ મૂકેલું તો હતું જ,
પરંતુ કોઈ અકસ્માત થતો જ નહોતો
એટલે છેવટે બોર્ડ કાઢી નાખ્યું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)