પત્ની પતિને હંમેશા ફરિયાદ કરતી હતી કે
તમે મારા માટે કંઈ ભેટસોગાદ લાવતા નથી,
કે મને ક્યારેય ફરવા લઈ જતા નથી.
એક દિવસ પતિને થયું કે
ખરેખર મારે એની માટે કંઈ લઈ જવું જોઈએ.
એણે સાડી પેક કરાવી અને પત્ની પાસે જઈને
કહ્યું : ડાર્લિંગ, ચાલ આ સાડી પહેરી લે.
આપણે આજે સાંજે ફરવા જઈએ.
પત્ની : હાય… હાય…
આજે આ મુન્નો દાદરેથી પડી ગયો, બેબી દાઝી ગઈ,
અને એ એટલું ઓછું હતું
કે તમે પાછા પોટલી પીને આવ્યા?
😅😝😂😜🤣🤪
મહેશ : અમારાં લગ્નને દોઢ વર્ષ થઇ ગયાં
પરંતુ અત્યાર સુધી
મેં મારી પત્નીને એક પણ શબ્દ કહ્યો નથી.
જયેશ : બહુ સારું, પણ એવું કેમ?
મહેશ : તેને પસંદ નથી કે
જયારે તે બોલતી હોય
ત્યારે કોઇ તેની વાત વચમાંથી કાપી નાખે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)