એક પતિએ પોતાના ગુરુને પૂછ્યું,
સ્વામીજી છેલ્લા થોડા સમયથી એક ચમત્કારી ઘટના થઈ રહી છે.
અડધી રાત્રે જયારે મારી ઊંઘ ખુલે છે ત્યારે જોઉં છું કે,
મારી પત્ની મોઢા પર ચાદર ઓઢીને સૂતી હોય છે
ત્યારે એક અદ્દભુત પ્રકાશ પુંજ તેના મોઢા પાસે ફેલાયેલો હોય છે.
શું મારી પત્ની પાસે કોઈ દિવ્ય શક્તિ છે?
ગુરુજી : દીકરા પોતાની બુદ્ધિ વાપર,
તારી પત્ની ચાદરની અંદર તારો મોબાઈલ ચેક કરી રહી હશે.
દિવ્ય શક્તિના ચક્કરમાં ના પડ,
જલ્દીથી પોતાના મોબાઈલનો પાસવર્ડ બદલી દે,
નહિ તો ભવિષ્યમાં છૂટાછેડાના યોગ બની જશે.
😅😝😂😜🤣🤪
પત્ની (જજને) : મારે આમની પાસેથી
બીજું કાંઈ જ જોઈતું નથી,
બસ મને તે જ સ્થિતિમાં મૂકી દે,
જે સ્થિતિમાં હું તેમને મળી હતી.
જજ : તમે કઈ સ્થિતિમાં મળ્યા હતા?
પત્ની : વિધવાના રૂપમાં.
જજ સાહેબ બેભાન.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)