વાળ તૂટવા-ખરવા, ડ્રાય, ડલ અને ખોડો થવો એ સમસ્યા આજકાલ મોટાભાગનાં લોકોને હોય છે. વાળને પ્રોપર કેર ના થવાને કારણે તેમજ વાળમાં કેમિકલ યુક્ત શેમ્પુનો વધારે ઉપયોગ કરવાથી વાળની ક્વોલિટી નબળી પડતી જાય છે અને સાથે ગ્રોથ અટકી જાય છે. વાળને મજબૂત બનાવવા માટે અનેક પ્રકારની કેર કરવી ખૂબ જરૂરી છે. જો તમે આ વાત પર પ્રોપર ધ્યાન આપતા નથી તો વાળ ખરાબ થાય છે અને તમાર પર્સનાલિટી પણ બગાડે છે. આમ, તમને જણાવી દઇકે તમે વાળમાં સરસિયાનું તેલ નાંખો છો તો સૌથી બેસ્ટ છે. તો જાણો તમે પણ સરસિયાનું તેલ વાળમાં નાખવાથી થતા આ ફાયદાઓ વિશે.
વાળમાં સરસિયાનું તેલ લગાવવાના ફાયદા
- બીબ્યુટીફુલ ડોટ ઇનના એક રિપોર્ટ અનુસાર સરસિયાના તેલમાં લિનોલિક અને ઓલિક એસિડ હોય છે જે વાળ માટે અનેક રીતે ફાયદાકારક છે.
- પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડ વાળના મુખ્ય ઘટકો છે. સરસિયાના તેલમાં આ બે વસ્તુઓનું પ્રમાણ સારું હોય છે. આ તેલ તમે સ્કેલ્પ પર લગાવીને મસાજ કરો છો તો હેરની અનેક સમસ્યાઓ દૂર થાય છે.
- વાળના વિકાસ માટે સરસિયાના તેલમાં લગભગ 60 ટકા ઓમેગા-3, ઓમેગા-6 ફેટી એસિડ હોય છે જે તમારા વાળને પોષણ આપવાનું કામ કરે છે. આ સાથે જ વાળ ખરતા બંધ કરી છે. તમારા વાળની ક્વોલિટી નબળી થઇ ગઇ છે તો આ તેલ નાંખવાથી સ્ટ્રોંગ થાય છે.
- સરસિયાના તેલમાં એન્ટી ઓક્સિડન્ટ્સ, કેલ્શિયમ, આયરન અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સથી ભરપૂર હોય છે. આ સાથે જ વિટામીન એ, ડી, ઇ અને કેથી ભરપૂર હોય છે. આ દરેક તત્વો વાળના વિકાસ માટે મહત્વપૂર્ણ છે.
- સરસિયાના તેલમાં ગ્લુકોસાઇનોલેટમાં એન્ટ બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે સ્કેલ્પને સ્વસ્થ રાખવામાં અને વાળને મજબૂત કરવામાં મદદ કરે છે.
- સરસિયાનું તેલ એક ઉત્તેજક રૂપમાં પણ કામ કરે છે. આ બ્લડ સર્કુલેશનને સુધારે છે અને સાથે વાળના વિકાસને તેજ કરે છે. આ કારણે તમારા વાળનો ગ્રોથ વઘે છે અને સાથે અનેક ઘણી સમસ્યાઓ દૂર થાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)