ઘરમાં દરેક જગ્યાએ ગરોળી જોવા મળવી સામાન્ય વાત છે. શુકન શાસ્ત્રમાં ગરોળી માટેના કેટલાક સંકેતોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યા છે. શુકન શાસ્ત્ર અનુસાર ઘરમાં ગરોળી જોવી એ શુભ અને અશુભ બંને સંકેત છે. ચાલો આપણે જાણીએ કે ગરોળીનું કેટલુ શુભ અને કેટલું અશુભ હોય છે. શુકન શાસ્ત્ર અનુસાર જો ઘરમાં ત્રણ ગરોળી એકસાથે જોવા મળે તો તેને એક પ્રકારનો શુભ સંકેત માનવામાં આવે છે.
આ સિવાય જો તમે ક્યારેય બે ગરોળીને એકબીજા સાથે લડતા જુઓ તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. આનાથી પૈસાની ખોટ થઈ શકે છે અને ઘરના કોઈપણ સભ્યનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
અશુભ સંકેત અહી જોવા મળશે
જો તમારા ઘરમાં પૂજા સ્થાન પર વારંવાર કાળી ગરોળી જોવા મળે છે, તો તેને એક પ્રકારનો અશુભ સંકેત માનવામાં આવે છે. આ વ્યક્તિની પ્રગતિમાં અવરોધો આવે છે અને ધનહાનિ થાય છે. બીજી બાજુ, જો તમે ઘરમાં પૂજા સ્થાન પર સામાન્ય ગરોળી જુઓ છો, તો તે એક પ્રકારનો શુભ સંકેત માનવામાં આવે છે. શકુન શાસ્ત્ર અનુસાર તેનાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવે છે અને મા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર રહે છે.
આ જગ્યા એ ગરોળી જોવી શુભ મનાય છે
બીજી તરફ જો શુક્રવારે પૂજા દરમિયાન ગરોળી જોવા મળે તો તે ખૂબ જ શુભ હોય છે. જ્યારે તમારી આસપાસની જમીન પર અચાનક ગરોળી પડી જાય તો તેને ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે. આ વ્યક્તિના જીવનમાં અમુક પ્રકારની અપ્રિય ઘટના દર્શાવે છે. જો તમે ગરોળીને દીવાલ પર ખૂબ જ ઝડપથી ચઢતી જુઓ તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. તમને અચાનક કોઈ મોટો ફાયદો થઈ શકે છે. જો ઘરમાં ગરોળી જમીન પર સરકતી જોવા મળે તો તે શુભ સંકેત છે. તેનાથી વ્યક્તિનું નસીબ બને છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)