fbpx
Sunday, December 22, 2024

રાહુ-શનિની ખરાબ અસર તમારા રોજિંદા કામકાજને બગાડે છે! જાણો, કેવી રીતે મેળવશો ઉકેલ?

વ્યક્તિના વિવિધ કાર્યો પર તેની કુંડળીના ગ્રહોની ખાસ અસર પડતી હોય છે. આ અસર સારી પણ હોઈ શકે છે, અને ખરાબ પણ. આજે અમારે શનિ ગ્રહ અને રાહુની કેટલીક આવી જ અસરો વિશે વાત કરવી છે. જે મનુષ્યના જીવનને નાકારાત્મક ઊર્જાથી ઘેરી લે છે. આવો જાણીએ કે શનિ અને રાહુની ખરાબ અસરની વ્યક્તિના સ્વભાવ પર કેવી અસર પડતી હોય છે.

તેમજ તેના નિવારણ અર્થે કેવાં પગલાં લેવાં જરૂરી બની જાય છે.

ખરાબ શનિની અસર

જે વ્યક્તિની કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય છે, તેમનું રોજ-બરોજનું કાર્ય ક્યારેય સમયસર નથી હોતું. એટલે કે, વસ્તુઓ કે કાર્યો ક્યારેય યોગ્ય નથી બની શકતા. ખરાબ શનિના કારણે તમારી આસપાસ નકારાત્મકતાનો વાસ રહે છે! આવી સ્થિતિમાં તમારે તમારા ડેઇલી રુટિનમાં બદલાવ લાવવો ખૂબ જ જરૂરી બની જાય છે.

શનિ દોષ નિવારણના ઉપાય !

⦁ ફરવાથી અને કસરત કરવાથી શનિની ખરાબ અસર ઓછી થાય છે. કારણ કે ફરવાથી અને કસરત કરવાથી આપના શરીરમાં પરસેવો થાય છે અને પરસેવાના રૂપમાં આપના શરીરમાં રહેલ મીઠું (નમક) બહાર આવે છે, જે શનિનો કારક છે ! મીઠું જ્યારે શરીરમાંથી બહાર આવે છે, ત્યારે આપના પર રહેલ શનિનો ખરાબ પ્રભાવ તેની મેળે જ દૂર થઇ જાય છે.

⦁ જો તમારી નીચે કોઇ કામ કરી રહ્યું હોય અથવા તો આપના ઘરમાં કોઇ કામવાળા હોય તો તેમને સમયસર પગાર આપી દેવો. ગરીબોની સેવા કરવી. તેનાથી શનિની ખરાબ અસર આપોઆપ દૂર થઇ જશે.

રાહુ દોષના લક્ષણ !

⦁ વ્યક્તિનું કોઇપણ કાર્ય પૂર્ણ નથી થતું, અથવા તો કોઇપણ કાર્ય તે અધવચ્ચે જ છોડી દે છે. કોઇપણ કાર્ય પૂર્ણ કરવામાં અવરોધ આવતા હોય અથવા તો તે પૂર્ણ કરી જ ન શકાતા હોય !

⦁ જો તમારી કુંડળીમાં પણ રાહુ અશુભ સ્થિતિમાં હોય કે કોઇ પાપગ્રહની સાથે પડ્યો હોય અથવા છઠ્ઠા, આઠમા, નવમા અને બારમા ભાવમાં પડયો હોય તો તમને પોતાનું ઘર ઘર જેવું નહીં લાગે. તે ઇંટ-પત્થરનું હોય તેવું જ લાગશે ! તમને ઘર જેવું સહેજ પણ નહીં લાગે.

⦁ તમારી આસપાસ હંમેશા ગંદકી રહેશે અને તમે સાફ-સફાઇ કરવામાં આળસ કરશો.

⦁ તમારા દૈનિક રુટીનમાં ફાટેલા-જૂના કપડાં, ઇસ્ત્રી વગરના કપડાં સામેલ થશે.

⦁ ખરાબ રાહુ તમારા દૈનિક કાર્યોમાં અડચણ લાવશે. દરેક કાર્યને મોડા પૂર્ણ કરવું એ આપની આદત બની જશે.

રાહુ દોષ નિવારણના ઉપાય

⦁ તમે તમારા દૈનિક રુટીનમાં એટલે કે રોજિંદા કાર્યોમાં થોડું પરિવર્તન કરીને રાહુ દોષનું નિવારણ કરી શકો છો.

⦁ સૌથી જરૂરી એ છે કે તમે તમારા પરિવારના લોકોને પૂરતો સમય આપો.

⦁ નિત્ય સાફ-સફાઇવાળા અને ઇસ્ત્રી કરેલા વસ્ત્ર ધારણ કરો.

⦁ સમયાંતરે આખા ઘરની સફાઇ કરવી જોઇએ.

⦁ દરેક કાર્યને સમયસર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ.

⦁ ઉપરોક્ત ઉપાય આમ તો ખૂબ નાના છે. પણ, તે નાના ઉપાય તમારા જીવનમાં મોટા પરિવર્તનો લાવી શકશે. જે તમારા જીવનને સકારાત્મક ઊર્જાથી ભરી દેશે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles