fbpx
Saturday, December 21, 2024

આ આયુર્વેદ ઉપાયો ઝડપથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, તેને ઠંડા હવામાનમાં અજમાવો અને ઘણા રોગોથી બચો

દિલ્હીમાં હાલમાં ઠંડીનો ચમકારો છે. ઠંડીમાં વધારો થતા જ અનેક લોકો ઠુઠવાઇ રહ્યા છે. આ ઠંડીથી બચવા લોકો જાતજાતના નુસ્ખાઓ અજમાવી રહ્યા છે. સામાન્ય રીતે વાત કરવામાં આવે તો ઠંડીમાં શરદી, ખાંસી અને કફ જેવી સમસ્યાઓમાં અનેક લોકો જલદી આવી જતા હોય છે. ખાસ કરીને નાના બાળકો પણ આ સમસ્યામાં ઝડપથી આવી રહ્યા છે. આ સાથે જ અસ્થમા, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વાતાવરણમાં સંક્રમણ અને બીમારીઓમાં લોકો જલદી ઝડપાઇ રહ્યા છે. આ સાથે જ બોડીની ઇમ્યુનિટી સિસ્ટમ પણ નબળી પડવા લાગી છે. એક સ્ટ્રોંગ ઇમ્યુનિટી સિસ્ટમ અનેક પ્રકારના રોગોથી તમને બચાવવાનું કામ કરે છે.

તો આજે અમે તમને શરીરના અનેક રોગો સામે લડવા માટે નેચરલી રીત જણાવી રહ્યા છે. આર્યુવેદમાં આ ઉપાયો હજારો વર્ષોથી ચાલી રહ્યા છે. તો જાણો તમે પણ આ ઉપાયો વિશે અને તમારી શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ નેચરલી રીતે સ્ટ્રોંગ કરો.

ઓઇલ પુલિંગ થેરાપી

NCBI અનુસાર મોંમા અનેક પ્રકારના બેક્ટેરિયાની સાથે ખરાબ બેક્ટેરિયા પણ હોય છે, જેને સમય-સમય પર સાફ કરવા ખૂબ જરૂરી છે. એવામાં આર્યુવેદમાં ઓઇલ પુલિંગ થેરાપી હોય છે જે તમને આ ટાઇપના બેક્ટેરિયામાંથી છૂટકારો અપાવવાનું કામ કરી શકે છે.

ઓઇલ પુલિંગ બેક્ટેરિયાને દૂર કરવા માટે મોંમા તેલ નાંખવાની એક પ્રાચીન થેરાપી છે. આ મૌખિક સ્વચ્છતાને વઘારે છે અને સાથે બીમારીઓ અને સંક્રમણને દૂર રાખે છે. આ માટે તમે નારિયેળ તેલ અને તલના તેલની સાથે-સાથે ઓઇલ પુલિંગ કરી શકો છો.

નસ્ય થેરાપી

આયુષ મંત્રાલય અનુસાર નસ્ય થેરાપી ઇમ્યુનિટી વધારવામાં સૌથી કારગર છે. આ થેરાપી આર્યુવેદમાં નસ્ય પાંચ પંચકર્મ ઉપચારોમાંથી એક છે. આ ન્હાવાના એક કલાક પહેલા ખાલી પેટે કરી શકો છો. આને કરવા માટે માથાને પાછળ કરીને સૂઇ જાવો અને પછી નાકમાં એક-એક કરીને 4 થી 5 ટપકાં નાંખવાના હોય છે. આ નાસિકા માર્ગ અને સાઇનસને સાફ રાખે છે. આ એક બેસ્ટ થેરાપી તરીકે સાબિત થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles