એક વ્યક્તિ બ્યુટીપાર્લરની કેબિનમાં બેઠો હતો,
પાછળથી એક મહિલા આવી
અને ધીરેથી તેમનો ખભો દબાવીને બોલી,
ચાલો હવે આપણે જઈએ.
વ્યક્તિનો પરસેવો છૂટી ગયો,
અને બોલ્યો : હું પરિણીત છું,
અને હું અહીં મારી પત્ની સાથે આવ્યો છું.
મહિલા : અરે ધ્યાનથી જુઓ, હું તમારી પત્ની જ છું.
ઘરે ચાલો તમારી નજર સુધારવી પડશે.
😅😝😂😜🤣🤪
એકવાર એક વૃદ્ધે જોયું કે
પપ્પુ ઘરની ડોરબેલ વગાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો,
પણ તેનો હાથ બેલ સુધી પહોંચી શકતો ન હતો.
આ જોઈને તે વૃદ્ધ પપ્પુ પાસે ગયા અને પૂછ્યું : શું થયું દીકરા?
પપ્પુ : કંઈ નહીં,
મારે આ ઘંટડી વગાડવી છે પણ મારો હાથ નથી પહોંચતો,
શું તમે મારા માટે આ ઘંટડી વગાડશો?
આ સાંભળીને, વૃદ્ધ માણસે તરત જ બેલ વગાડયો.
બેલ વાગ્યા પછી તેમણે પપ્પુને પૂછ્યું : બોલ દીકરા,
હું તારા માટે બીજું કંઈ કરી શકું?
આ સાંભળીને પપ્પુએ કહ્યું કે : હવે મારી સાથે ભાગો, નહીં તો
આ ઘરનો માલિક બહાર આવશે તો તમને પણ ધોઈ નાખશે..
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)