સ્કિનને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવવા માટે સ્કિન કેર કરવી ખૂબ જરૂરી છે. આ માટે સૌથી જરૂરી છે સ્ક્રબિંગ કરવું. સ્ક્રબિંગ કરવાથી તમે સ્કિનને મસ્ત શાઇની અને ડેમેજ સેલ્સને દૂર કરી શકો છો. તમે રેગ્યુલર સ્ક્રબિંગ કરો છો તો ડેમેજ સેલ્સ દૂર થઇ જાય છે. સામાન્ય રીતે લોકો બહારનું સ્ક્રબ કરવાનું પસંદ કરતા હોય છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ હોય છે જેને મદદથી તમે સરળતાથી ઘરે જ સ્ક્રબિંગ કરી શકો છો. આ ટાઇપનું સ્ક્રબ તમારી સ્કિનના પોર્સની ગંદકીને દૂર કરવાનું કામ કરે છે અને સાથે મોંઘી પ્રોડક્ટસ કરતા પણ બેસ્ટ રિઝલ્ટ મળે છે.
પોર્સમાં જમા થયેલી ગંદકીને દૂર કરવા માટે અને એજિંગ સાઇનને સ્લો કરવા માટે પિંક સોલ્ટ તમને મદદરૂપ બની શકે છે. આ મીઠામાં અનેક પ્રકારના વિટામીન્સ અને મિનરલ્સ હોય છે. તો જાણો સ્ક્રબ બનાવવાની આ રીત.
આ રીતે સ્ક્રબ બનાવો
સ્ક્રબનો ઉપયોગ તમે અનેક રીતે કરી શકો છો. આ માટે પિંક સોલ્ટ લો અને એમાં ગુલાબ જળ મિક્સ કરો. પછી આ બન્ને વસ્તુમાં મધ નાંખો અને સારી રીતે મિક્સ કરી લો.
આ રીતે ઉપયોગ કરો
ઘરે બનાવેલું આ સ્ક્રબ તમને બેસ્ટ રિઝલ્ટ આપે છે. આ સ્ક્રબને બરાબર મિક્સ કરી લો અને પછી થોડુ-થોડુ લઇને ચહેરા પર સર્કુલેશર મોશનમાં મસાજ કરો. ખાસ ધ્યાન એ રાખો કે સ્કિન પર વધારે ઘસવાનું નથી, માત્ર હળવા હાથે જ મસાજ કરવાનો છે. 8 થી 10 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઇ લો. આ સ્ક્રબ રિમૂવ કર્યા પછી તમે મોઇસ્યુરાઇઝર તેમજ ફેસ સીરમનો ઉપયોગ કરી શકો છો.
એક કપ પિંક સોલ્ટ લો અને એમાં નારિયેળ તેલ મિક્સ કરો. પછી આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો. હવે આને બોડી સ્ક્રબ રીતે ઉપયોગમાં લો. આ એક એક્સફોલિએટર છે જે ડેડ સેલ્સને દૂર કરીને બળતરાને ઠીક કરશે. આ બોડી સ્ક્રબ તમારા માટે બેસ્ટ સાબિત થાય છે.
આ રીતે થાય છે ફાયદો
આ મીઠું સ્કિનમાંથી ટોક્સિન્સ બહાર નિકાળે છે જેના કારણે સ્કિન હેલ્ધી લાગે છે અને સાથે વધતી ઉંમરની અસર દેખાતી નથી.
(નોંધ: આ સ્ક્રબ લગાવવાના અનેક ફાયદા છે, પરંતુ રોજ ઉપયોગ કરવાથી બચો. આમ આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લો.)