મલાઇનું નામ સાંભળતા અનેક લોકોના મનમાં પહેલો પ્રશ્ન એ થતો હોય છે કે મલાઇ ખાવાથી વજન વધી જાય. આ સાથે જ મલાઇનું નામ આવતા જ કોલેસ્ટ્રોલ વધવાની ચિંતા રહે છે. પહેલાંના સમયની વાત કરીએ તો અનેક લોકો મલાઇનું સેવન કરતા હતા. જો કે હાલમાં કરતા પહેલાંના લોકો હેલ્થ પણ સારી રહેતી હતી. આ પાછળ અનેક કારણો જવાબદાર હતા. મલાઇ તમે ડાયટમાં એડ કરો છો તો સ્કિન અને હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. પરંતુ મલાઇનું સેવન કેવી રીતે કરવુ એ બહુ જરૂરી છે. મલાઇમાં એ હેલ્ધી ફેટ હોય છે જે તમારા શરીરના હાંડકાઓને મજબૂત કરવાનું કામ કરે છે. તો જાણો આ વિશે વધુમાં.
મલાઇ ખાવાના ફાયદા
આર્થરાઇટિસમાં ફાયદો
આર્થરાઇટિસ એક એવી સમસ્યા છે જેમાં મલાઇનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને અનેક ઘણો ફાયદો થાય છે. મલાઇના હેલ્ધી ફેટ તમારા ટિશ્યુઝ અને હાડકાંઓમાં રહેલી નમીને દૂર કરવાનું કામ કરે છે. તમે રેગ્યુલર મલાઇનું સેવન કરો છો તો આર્થરાઇટિસની સમસ્યાથી બચી જાવો છો.
માંસપેશિઓમાં નબળાઇ
તમને ખ્યાલ છે કે મલાઇમાં 455 કેલરી હોય છે જે કેલ્શિયમ, વિટામીન ડી, વિટામીન બી 6 અને પોટેશિયમ હોય છે. આ બધી જ વસ્તુઓ તમારી માંસપેશિઓ અને હાડકાંઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
મહિલાઓમાં રહેલી નબળાઇ દૂર કરે છે
મહિલાઓમાં સામાન્ય રીતે આયરનની ઉણપ વધારે હોય છે. આ ઉણપને દૂર કરવા માટે તમે મલાઇનું સેવન કરી શકો છો. મલાઇમાં આયરનનો સ્ત્રોત વઘારે હોય છે જે શરીરમાં એનર્જી આપવાની સાથે-સાથે રેડ બ્લડ સેલ્સને વધારે છે જેના કારણે મહિલાઓના શરીરમાં રહેલી નબળાઇ દૂર થાય છે અને શરીરમાં તાકાત આવે છે.
આંખો માટે ફાયદાકારક
મલાઇમાં વિટામીન હોય છે જે આંખોના સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. વિટામીન એ આંખો માટે જરૂરી તત્વ છે. ફ્રેશ ક્રીમમાં વિટામીન એ હોય છે જે આંખો માટે અનેક રીતે ફાયદાકારક છે. વિટામીન એ મોતિયાથી બચાવવાનું કામ કરે છે. ઘણાં લોકોને રૂટિનમાં મલાઇ ખાવાની આદત હોય છે.
મલાઇ ખાવાનો સાચો સમય
મલાઇ ખાતી વખતે બે વસ્તુનું ધ્યાન એ રાખો કે આ ક્યારે પણ ખાલી પેટે ખાશો નહીં. આ સાથે જ ક્યારે પણ રાત્રે ખાશો નહીં. દિવસમાં તમે ગમે ત્યારે મલાઇ ખાઇ શકો છો. એક ચમચી કરતા વઘારે મલાઇ ખાવી જોઇએ નહીં.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)