fbpx
Monday, December 23, 2024

શું તમે વારંવાર વસ્તુઓ ભૂલી જાઓ છો? તો તમે આ સમસ્યાથી પરેશાન છો…

આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન D ખૂબ જ જરૂરી છે. આ વિટામીનની ઉણપને કારણે માત્ર શારીરિક સમસ્યાઓનો જ સામનો કરવો નથી પડતો, પરંતુ વિટામિન Dની ઉણપને કારણે માનસિક સમસ્યાઓ પણ સામે આવે છે. વિટામિન Dની ઉણપને કારણે ડિપ્રેશન, ઉદાસી જેવા લક્ષણો દેખાઈ શકે છે. જણાવી દઈએ કે, વિટામિન Dનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત સૂર્યના કિરણો છે, આવી સ્થિતિમાં આજની જીવનશૈલી પણ વિટામિન Dની ઉણપનું મુખ્ય કારણ બની શકે છે. જો તમારા શરીરમાં વિટામિન D ઓછું થઈ ગયું છે, તો તેને કેટલાક લક્ષણો દ્વારા સરળતાથી ઓળખી શકાય છે.

આપણા હાડકાંને સ્વસ્થ રાખવા માટે વિટામિન D ખૂબ જ જરૂરી છે, કારણ કે શરીરમાં હાજર કેલ્શિયમ વિટામિન Dની મદદથી જ શોષાય છે. જ્યારે શરીરમાં વિટામિન D ઓછું હોય ત્યારે, ઘણા પ્રકારના લક્ષણો જોવા મળે છે. આવો જાણીએ તેમના વિશે..

આ રીતે વિટામિન D શરીરમાં કરે છે કામ

આપણા સ્નાયુઓ, હૃદય, મગજ અને રોગપ્રતિકારક શક્તિમાં વિટામિન D રીસેપ્ટર્સ હોય છે. શરીર વિટામિનને કિડની અને લિવરમાં પહોંચાડે કરે છે, જ્યાં તે સક્રિય હોર્મોનમાં રૂપાંતરિત થાય છે. આ સ્વરૂપમાં વિટામિન D શરીરમાં કેલ્શિયમને શોષવામાં મદદ કરે છે. સૂર્ય વિટામિન Dનો મુખ્ય સ્ત્રોત છે, આ સિવાય કેટલાક ખોરાકની મદદથી શરીરમાં વિટામિન Dની ઉણપને પણ પૂરી કરી શકાય છે.

વિટામિન D અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે શું સબંધ!

વિટામિન D આપણા શરીર માટે કેટલું મહત્વનું છે, તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે વિટામિન Dની ઉણપ આપણા મગજના સ્વાસ્થ્યને સીધી અસર કરે છે. વિટામિન Dની ઉણપને કારણે પુખ્ત વયના લોકોમાં સ્કિઝોફ્રેનિયા, ડિપ્રેશન અને સિઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડર થઈ શકે છે. આજકાલ લોકો નાની ઉંમરમાં જ ડિપ્રેશનનો શિકાર થવા લાગ્યા છે, તેની પાછળનું એક કારણ વિટામિન Dની ઉણપ પણ હોઈ શકે છે.

વિટામિન Dની ઉણપના લક્ષણો

– હતાશા અનુભવવી, ઉદાસી અનુભવવી
– થાક
– વસ્તુઓ ભૂલી જવું
– આત્મહત્યાના વિચારો આવે
– ચિંતા થવી
– ભૂખ ન લાગવી
– ઝડપી વજન ઘટાડો અથવા વધારો
– અનિદ્રા

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles