ઘણાં બધા લોકો એવા હોય છે જેમને રાત્રે ઊંઘ આવતી હોતી નથી. ઊંઘ ના આવવા પાછળ સ્ટ્રેસ તેમજ બીજા અનેક કારણો જવાબદાર હોય છે. દિવસ દરમિયાન પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. ઊંઘ પૂરી ના થવાને કારણે શરીરમાં બીજા દિવસે બેચેની જેવું લાગે છે અને સાથે કોઇ પણ કામ કરવામાં મન લાગતુ નથી. આમ, આ સમસ્યામાંથી બહાર આવવું ખૂબ જરૂરી છે. હેલ્થ એક્સપર્ટનું માનીએ તો તમને રાત્રે ઊંઘ આવતી નથી તો એની પાછળ વિટામીનની ઉણપ પણ હોઇ શકે છે. આ સાથે જ પોષક તત્વોથી ભરપૂર ડાયટની ખાસ જરૂર હોય છે.
હાલમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે વિટામીન ડી અને બી 12ની ઉણપની અસર પણ ઊંઘ પર ગંભીર અસર કરે છે. આ ઉણપને કારણે તમને ઊંઘ બરાબર આવતી નથી અને તમે અનેક બીમારીઓનો શિકાર બનો છો. તો જાણો વિટામીન ડી અને બી 12 કેવી રીતે ઊંઘને નુકસાન પહોંચાડે છે.
વિટામીન ડી અને બી 12ની ઉણપથી ઊંઘ પર થાય છે અસર
ઊંઘની ક્વોલિટી વિટામીન ડી પર મોટી ભૂમિકા ભજવે છે. વિટામીન ડીના મેલાટોનિન પ્રોડક્શનને કારણે ઊંઘની ગુણવત્તા પર ઊંડી અસર પડે છે. આ સાથે જ રાત્રે ઊંઘ ના આવવાનું કારણ વિટામીન બી 12ની ઉણપ પણ હોઇ શકે છે. જો કે વિટામીન બી 12 લાટોનિન અને સેરોટોનિન નામના હોર્મોન્સની ઉણપને પૂરી કરે છે. આમ, રાત્રે આરામથી ઊંઘવા માટે સેરોટોનિન અને મેલાટોનિનની ખાસ જરૂરિયાત રહેતી હોય છે.
આ ફૂડ્સથી વિટામીન ડીની ઉણપ પૂરી કરો
- કોર્ડ લિવર ઓઇલ
- સેલ્મન
- સ્વોર્ડફિશ
- ટૂના ફિશ
- સંતરના રસમાં વિટામીન ડી ભરપૂર હોય છે
- ડેરી અને પ્લાન્ટ મિલ્ક
- ઇંડા
આ ફૂડ્સ વિટામીન ડીની ઉણપ પૂરી કરે છે
- માછલી
- મિટ
- ચિકન
- ઇંડા
- ડેરી પ્રોડક્ટ્સ
- બીન્સ
- સુકા મેવા
- ગાજર
- આમ, જો તમારામાં આ બે વિટામીન્સની ઉણપ છે તો તમે આ ફૂડ ખાવાનું શરૂ કરી દો જેથી કરીને તમને ઊંઘ સારી આવે.
(નોંધ: આ આર્ટિકલ સામાન્ય જાણકારી માટે છે, કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)