બ્રોકલી ખાવાના ફાયદા તમે અનેક વાર સાંભળ્યા હશે, પરંતુ તમને જણાવી દઇએ કે અમુક પરિસ્થિતિમાં બ્રોકલી ખાવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. સામાન્ય રીતે બ્રોકલીનું સેવન કરવાથી વજન ઘટે છે. આ સાથે જ તેજીથી ફેટ પચાવી શકો છો અને આમાં અનેક પ્રકારના વિટામીન્સ હોય છે જે હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. બ્રોકલીમાં અનેક પ્રકારના વિટામીન્સ અને ફાઇબર હોય છે. પરંતુ તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે બ્રોકલી ખાવાથી શરીરમાં અનેક પ્રકારનું નુકસાન પણ થઇ શકે છે. બ્રોકલીનું રેગ્યુલર સેવન કરવાથી શરીરમાં કેટલાક પ્રકારના વિટામીન્સની ઉણપ થઇ શકે છે. આ સાથે જ પાચન એન્ઝાઇમ્સની સાથે ગડબડીનું કારણ બની શકે છે. જાણો કેવી રીતે..
આ 3 લોકોએ બ્રોકલી ખાવી જોઇએ નહીં
નબળા લિવરના લોકોએ
જે લોકોને લિવરની તકલીફ હોય છે એમને બ્રોકલી ખાવાથી બચવુ જોઇએ. બ્રોકલી હાઇ ફાઇબરથી ભરપૂર હોય છે જે ગેસ અને આંત્ર જલનનું કારણ બની શકે છે. આ સિવાય લિવરને કામના મુશ્કેલ બનાવે છે જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
નબળા પાચન તંત્રના લોકો
બ્રોકલીનું સેવન પાચન તંત્રને ખરાબ કરી શકે છે. જો કે આ ડાઇજેસ્ટિવને નુકસાન પહોંચાડે છે અને ખાવાનું પચાવવામાં રોકે છે. આ સિવાય હાઇપોથાયરોડાઝિમના લોકોએ બ્રોકલીનું સેવન ઓછી માત્રામાં કરવુ જોઇએ. કારણકે આ થાઇરોઇડની સમસ્યાને વધારી શકે છે. આમ, જો તમને થાઇરોઇડની સમસ્યા છે તો તમારે બ્રોકલીનું સેવન કરવુ જોઇએ નહીં. બ્રોકલી તમારા શરીરની અનેક સમસ્યાઓને વધારવાનું કામ કરે છે.
બોવેલ મુમેન્ટને પ્રભાવિત કરી શક
બ્રોકલી બોવેલ મુવમેન્ટને પ્રભાવિત કરે છે. જો કે વધારે બ્રોકી ખાવાથી પેટ ખરાબ થાય છે અને સાથે તમને કબજીયાતની તકલીફ થઇ શકે છે. આ શરીરનું પાણી શોષી શકે છે અને સાથે મળ ત્યાગના પ્રોસેસને પ્રભાવિત કરી શકે છે.
આ કારણે વારંવાર તમને મળની સમસ્યા થઇ શકે છે. આ સિવાય બ્રોકલી ખાવાની રીતમાં તમે બદલાવ કરી શકો છો, જેમ કે બ્રોકલી રોજ ના ખાઓ અને જ્યારે પણ ખાઓ ત્યારે બાફીને અને મીઠું નાખીને ખાઓ.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)