fbpx
Monday, December 23, 2024

ઠંડા પાણીથી વજન ઘટે છે. તમે વજન ઘટાડવા માટેના આ 4 તર્ક વિશે વિચાર્યું પણ નહીં હોય

શું તમે જાણો છો કે ઠંડા પાણીથી ન્હાવાથી વજન ઓછું થાય છે. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે જેમાં આવા યુનિક હેલ્થ આઈડિયા જણાવવામાં આવ્યા છે. એક મીડિયા રિપોર્ટ મુજબ ઠંડા પાણીથી નહાવાથી શરીરનું તાપમાન બદલાય છે અને તેના કારણે આપણું મેટાબોલિઝમ સુધરવા લાગે છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ જાણે છે કે મેટાબોલિક રેટને યોગ્ય રાખવાથી વજન ઓછું કરવામાં સરળતા રહે છે.

સમાચાર મુજબ કેલરી બર્ન ટિપ્સને લઈને શોધકર્તાઓ વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. જ્યારે કેટલાક માને છે કે 15 મિનિટના ઠંડા સ્નાનથી 62 કેલરી બર્ન થઈ શકે છે, અન્ય લોકો કહે છે કે આ પદ્ધતિથી કોઈ ફરક પડતો નથી. પરંતુ રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઠંડા પાણીથી ન્હાવાથી ઉંઘ આવવાની સિસ્ટમમાં પણ સુધારો કરી શકાય છે. આવો તમને એવી જ કેટલીક રોજિંદી આદતો વિશે જણાવીએ જેના દ્વારા તમે ઝડપથી કેલરી બર્ન કરી શકો છો અને મીઠાઈઓ છોડવાની કોઈ સ્થિતિ નહીં રહે.

ઘરની સાફસફાઈ કરો

દરેક વ્યક્તિ માટે જીમ કે વર્કઆઉટ માટે સમય કાઢવો શક્ય નથી. તેમ છતાં જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે દરરોજ ઘરની સાફ કરવું જોઈએ. બેસીને પોતું કરવું અને ઘરમાં કચરો વાડવા જેવી ફિઝીકલ એક્ટિવીટી રોજ કરવાથી ફિટ અને ફાઈન રહી શકો છો.

અજમોદ ખાઓ

વર્ષ 2012માં એક સ્ટડી સામે આવી હતી, જે મુજબ 100 ગ્રામ અજમોદમાં (સેલેરી) માત્ર 2 કેલરી હોય છે. એક વ્યક્તિએ નિયમિતપણે સેલેરીનું સેવન કરવાનું શરૂ કર્યું અને આમ કરવાથી તેને કેલરી બર્ન કરવામાં મદદ મળી.

શોપિંગ કરવા જાઓ

બજારમાં જવાથી કે ખરીદી કરવાથી ખિસ્સામાં ચોક્કસ ફરક પડે છે, પરંતુ વજન ઘટાડવામાં આ પદ્ધતિ બેસ્ટ છે. જો તમે સુપરમાર્કેટમાં જાઓ છો તો તમારે અહીં માલસામાનની ટ્રોલી લઈને ફરવું પડશે. આ રીતે તમે લગભગ 30 મિનિટમાં લગભગ 250 કેલરી બર્ન કરી શકો છો.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles