ઘરમાં વધી ગયેલા ખર્ચની વ્યથા ઠાલવતા,
ટપ્પુ : યાર, મારી પત્ની બહુ ખર્ચા કરે છે.
સમજ નથી પડતી શું કરવું?
પપ્પુ : મારે પણ એ જ પ્રશ્ન છે યાર.
ટપ્પુ : અલ્યા, તું તો તારી પત્નીને કરકસર ઉપર
લેકચર આપવાનો હતો.
કોઈક સેમિનારમાં પણ લઈ જવાનો હતોને!!
પપ્પુ : લેકચર પણ આપ્યું અને સેમિનારમાં
પણ ગયેલા.
ટપ્પુ : તો શું ફરક પડ્યો તેનાથી?
પપ્પુ : મારી સિગરેટ બંધ થઈ ગઈ.
😅😝😂😜🤣🤪
સ્ત્રી અને પુરૂષોના વર્તન વિષય પર ટીના અને
પપ્પુ વાત કરી રહ્યા હતા.
ટીના : સ્ત્રીઓ પરણેલી છે
એવું બતાવવા માથામાં સિંદૂર ભરે છે.
પરણેલા પુરુષો આવું કેમ કંઈ કરતા નથી?
પપ્પુ : બિચારા પુરુષોના થોબડા પરથી જ
ખબર પડે કે બિચારો પરણેલો છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)