fbpx
Monday, December 23, 2024

મીઠું જીવનમાં મીઠાશ લાવશે અને સમૃદ્ધ બનાવશે! બસ, ચુપચાપ આ એક વસ્તુ મીઠાની બરણીમાં મૂકી દો!

ભોજનમાં મીઠું પ્રમાણસર ન હોય તો રસોઈ સ્વાદિષ્ટ નથી લાગતી. પણ, શું તમે એ જાણો છો કે આ મીઠું માત્ર રસોઈમાં સ્વાદ જ નથી વધારતું, તે તો તમારા સૂતેલા ભાગ્યને પણ જગાવી શકે છે. એટલું જ નહીં, ઘરની નકારાત્મક ઊર્જાને દૂર કરી તે તમને દેવી લક્ષ્‍મીના આશીર્વાદની પ્રાપ્તિ પણ કરાવી શકે છે.

આવો, આજે મીઠાના આવાં જ સરળ ઉપાયોની વાત કરીએ કે જે તમારી કિસ્મત બદલી દેશે. તે તમને દરેક કાર્યમાં સફળતા પણ અપાવશે અને માલામાલ પણ કરી દેશે.

મીઠું લાવશે જીવનમાં મીઠાશ !

⦁ બ્લેક સોલ્ટ એટલે કે સંચળને લાલ રંગના વસ્ત્રમાં બાંધીને ઘરના કોઈ ખૂણામાં મૂકી દેવું જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાયથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરમાં ધનનું આગમન થાય છે.

⦁ આખા સંચળને લાલ વસ્ત્રમાં બાંધીને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવવામાં આવે તો નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરતા પૂર્વે જ અટકી જાય છે. કહે છે કે આ જ રીતે તિજોરી ઉપર પણ આ મીઠું રાખવાથી ઉન્નતિ થાય છે ! અલબત્, યાદ રાખો કે આ મીઠું મહિનામાં બે વાર બદલવું જરૂરી છે.

⦁ માન્યતા અનુસાર મીઠાના પાણીનું પોતુ કે છંટકાવ જો ઘરમાં કરવામાં આવે તો તેનાથી ઘરમાં પવિત્રતા આવે છે, નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને લક્ષ્‍મી પ્રાપ્તિનો માર્ગ ખૂલી જાય છે. આ માટે દરિયાઇ મીઠાનો ઉપયોગ કરવો લાભદાયી બની રહેશે.

⦁ જો તમારી કુંડળીમાં ચંદ્ર નબળો હોય, આપને બીપી રહેતું હોય તો દરિયાઈ મીઠાનો કે સાદા મીઠાનો ઉપયોગ ન કરવો. તેના બદલે બ્લેક સોલ્ટનો (સંચળનો) ભોજનમાં ઉપયોગ કરવો જોઈએ.

⦁ મન અશાંત રહેતું હોય તો ભોજનમાં સિંધાલૂણનો (રોક સોલ્ટ) કે સંચળનો (બ્લેક સોલ્ટ) ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થશે.

⦁ કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તો તે વ્યક્તિ પાસે કાચના વાસણમાં મીઠું રાખવું જોઈએ. અને તેને મહિનામાં 2 વાર બદલવું જોઈએ. તેનાથી બીમાર વ્યક્તિને બીમારીમાં રાહતની પ્રાપ્તિ થાય છે.

⦁ એક માન્યતા અનુસાર અઠવાડિયામાં એક વાર પાણીમાં મીઠું ઉમેરીને બાળકને સ્નાન કરાવવાથી તેને ક્યારેય નજર નથી લાગતી. આવું મોટા લોકો પણ કરી શકે છે.

⦁ કહે છે કે મીઠાવાળા પાણીથી હાથપગ ધોઇને સૂવાથી તણાવ દૂર થાય છે અને શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

⦁ સીંધાલૂણને કે આખા મીઠાને ઘરના એક ખૂણામાં રાખવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે. પતિપત્ની વચ્ચેનો તણાવ દૂર થાય છે. પણ, યાદ રાખો કે આ મીઠાને મહિનામાં 2 વાર બદલવું જરૂરી છે.

મીઠું કરશે માલામાલ !

મીઠાની બરણીમાં 4 કે 5 લવિંગ ઉમેરી “ૐ મહાલક્ષ્‍મૈ નમઃ” મંત્ર 7 વાર બોલો અને પછી તેને તેના સ્થાન પર મુકી દો. માન્યતા અનુસાર આવું કરવાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે. એટલું જ નહીં, વ્યક્તિના કરોડપતિ બનવાના યોગ પણ વધી જાય છે !

મીઠાથી ભાગ્યોદય !

જો તમે વ્યક્તિગત કાર્યમાં સતત અડચણોનો સામનો કરી રહ્યા હોવ તો 1 મુઠ્ઠી મીઠું લઇ પોતાના માથાથી સાંજે 3 વાર ઉતારી લો. પછી તેને દરવાજાની બહાર ફેંકી દો. જો દરવાજાની બહાર ફેંકી શકાય તેવી જગ્યા ન હોય તો તેને બાથરૂમમાં ફેંકી દો. આ ઉપાય સળંગ 3 દિવસ કરવો. કહે છે કે તેનાથી તમારી તમામ અડચણો ટળી જશે અને ભાગ્યોદય થશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles