ભગવાન શિવની આરાધનાનો પાવન પર્વ એટલે મહાશિવરાત્રિ. ભગવાન શિવના ભક્તો આખુ વર્ષ આ મહાશિવરાત્રિના પર્વની રાહ જોતા હોય છે, કારણે કે આ દિવસ દેવોના દેવ મહાદેવ માટે અતિ પ્રિય છે. આજે 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિનો તહેવાર ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. પૂજા-અર્ચના સાથે અનેક ભક્તો આ દિવસે વ્રત પણ કરતા હોય છે.
ઉપવાસ કરવાથી ભગવાનની કૃપા બની રહે છે તેવી માન્યતાઓ છે.
આ વ્રત માટે કેટલાક નિયમો પણ હોય છે. એવું નામવામાં આવે છે કે વ્રતના 2 પ્રકારના હોય છે. એક હોય છે નિર્જલ વ્રત, જેમાં વ્રત કરનાર પાણી પણ પીતા નથી. અને બીજો પ્રકાર છે ફરાળી વ્રત, જેમાં ફળ, જૂસ અને મીઠી વસ્તુનું સેવન કરવામાં આવે છે. મહાશિવરાત્રિ પર તમારી ઊર્જા ઓછી ન થઈ જાય તે માટે નીચે મુજબના ફળ ખાવા જોઈએ. તેનાથી આખો દિવસ તમારી એનર્જી બની રહેશે.
ફરાળી વ્રત દરનિયાન કરો આ વસ્તુઓનું સેવન
ફળોનો રસ: જો તમે ફળોને કાપીને ખાવા માંગતા ન હોવ તો તમે તેનો રસ કાઢીને પી શકો છો. સંતરાનો રસ તમને ઉર્જાવાન રાખશે અને આનાથી શરીરમાં પાણીની કમી નહીં થાય.
તાજા ફળો કાપીને ખાઓ: તમે તાજા ફળોને કાપીને ખાઈ શકો છો. સંતરા, સફરજન કે અન્ય ફળો ખાવાથી તમને એનર્જી તો મળશે જ સાથે સાથે બોડી હાઈડ્રેટ પણ રહેશે.
મીઠી ખીર: જો તમે મહાશિવરાત્રિના દિવસે ફળ વ્રત રાખતા હોવ તો તમે મીઠી વસ્તુઓ ખાઈ શકો છો. મીઠી ખીર અથવા ગાજરની ખીર શરીરમાં શક્તિ જાળવી રાખશે.
નાસ્તામાં મખાના ખાઓ: તે કોઈ ડ્રાય ફ્રૂટથી ઓછું નથી કારણ કે આ સુપરફૂડમાં ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે. તેને ઘીમાં તળીને પોપકોર્નની જેમ ખાઓ.
રોક સોલ્ટ ખાઓ: માત્ર મહાશિવરાત્રિ પર જ નહીં, મોટાભાગના વ્રત સામાન્ય મીઠાનું સેવન પ્રતિબંધિત છે. તેના બદલે રોક સોલ્ટ ખાવું જોઈએ.
ખિચડી પણ ખાઈ શકાયઃ મહાશિવરાત્રિના વ્રત પછી જો તમે કંઈક હેલ્ધી ખાવા ઈચ્છતા હોવ તો ખીચડી ખાવી શ્રેષ્ઠ રહેશે. તેમાં રોક સોલ્ટનો ઉપયોગ કરો.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)