આ મંદિરોને કટાસ રાજ મંદિરો કે કટાસ કિલ્લો પણ કહેવાય છે. આ એક જગ્યા એવી છે કે ત્યાં ચાલતાં ચાલતાં જઈને ઘણાં મંદિરો અને એમાં સ્થિત કિલ્લો પણ જોઈ જ શકાય છે. મંદિર સંકુલ “ક્ટાસ ” નામના તળાવની આસપાસ છે જે તાળાવને હિન્દુઓ દ્વારા પવિત્ર માનવામાં આવે છે. આ મંદિર સંકુલ પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતના પોટોહર પ્લેટૂ વિસ્તારમાં સ્થિત છે.
આ મંદિર સંકૂલ એ 7 મંદિરોનું સંકુલ હતું, તેમાંથી માત્ર 4 જ બચ્યાં છે
આ મંદિર અને આખું મંદિર સંકુલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચકવાલ જીલ્લામાં આવેલું છે અને એને ક્ટાસરાજ મંદિરને નામે ઓળખવામાં આવે છે. મંદીરનું નિર્માણ ઇસવીસન 165થી ઇસવીસન 950ની વચ્ચે થયેલું છે એવું નથી કે આ એક મંદિર બનાવતાં આટલાં બધાં વર્ષો લાગ્યાં હોય. અહી કુલ સાત મંદિરો હતાં જેમાંથી અમુક જ બચ્યાં છે તે અને એક કિલ્લો પણ છે તે આ બધું જ અલગ અલગ સમયે બન્યું હોય એવું લાગે છે માટે આટલાં વર્ષો લાગ્યાં હશે એમ સહેજે અનુમાન લગાવી શકાય એમ છે !!! એક નહીં પણ અનેક છે એટલે આટલાં બધાં વર્ષો એટલે કે 335 જેટલાં વર્ષો લાગ્યાં છે.
કટાસરાજ મંદિર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચકવાલ ગામથી લગભગ 40 કિમીના અંતરે કટાસ નામના સ્થળે આવેલું છે. આ મંદિર સાથે પૌરાણિક કાળથી ઘણી માન્યતાઓ જોડાયેલી છે. આ કારણે હિન્દુઓને આ મંદિરમાં ખૂબ જ આસ્થા છે.
એવું કહેવાય છે કે, પાંડવોએ તેમના રહેવા માટે અહીં સાત ઈમારતો બનાવી હતી. આ ઇમારતો હવે સાત મંદિરો તરીકે ઓળખાય છે. એવું પણ કહેવાય છે કે, આ તળાવના કિનારે યુધિષ્ઠિર અને યક્ષની વાતચીત થઈ હતી.
આ મંદિર સાથે જોડાયેલી પ્રચલિત માન્યતા એ છે કે જ્યારે સતીએ તેના પિતા દક્ષના યજ્ઞકુંડમાં આત્મદાહ કર્યો ત્યારે ભગવાન શિવે તેના વિયોગમાં આંસુ વહાવ્યા હતા. ભગવાન શિવના આંસુમાંથી બે કુંડ બનાવવામાં આવ્યા હતા, જેમાંથી એક કુંડનું નામ કટાક્ષ કુંડ છે. આ કટાક્ષ કુંડ અને તે જગ્યાએ બનેલ શિવ મંદિર હવે પાકિસ્તાનમાં છે. ભગવાન શિવના આંસુથી બનેલો બીજો કુંડ રાજસ્થાનના પુષ્કરમાં છે.
મંદિરો કલ્લાર કહર ગામની નજીક આવેલા છે અને એમ-૨ મોટરવેની નજીક જ છે. કહેવાનો મતલબ એ કે એ રસ્તામાં જ આવે છે !!!
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)