સામાન્ય રીતે થાક લાગે ત્યારે અને કંટાળો આવે ત્યારે આપણને બગાસા આવતા હોય છે. આ સાથે જ ઊંઘ આવે ત્યારે સામાન્ય રીતે બગાસા આવતા હોય છે. જો કે આમ તો બગાસા આવવા એ નોર્મલ છે પરંતુ દરેક વ્યક્તિ એક દિવસમાં 5 થી 19 વખત બગાસા આવતા હોય છે. આમ સ્લીપ ફાઉન્ડેશન અનુસાર એવા ઘણાં લોકો હોય છે જેમને દિવસભરમાં એટલે કે એક દિવસમાં 10 થી વધારે વખત બગાસા આવતા હોય છે. કેટલીક સ્ટડીઝ અનુસાર એવું ઘણાં લોકોને થતુ હોય છે જેમને દિવસમાં લગભગ 100 વાર બગાસા આવતા હોય છે.
આનું એક કોમન કારણ તમારા એક નિશ્વિત સમય કરતા પહેલા જાગવું. આમ, ઘણી વાર વઘારે બગાસા આવવા પણ અનેક ગંભીર બીમારીઓને તમને ઇશારો કરે છે. મેડિકલ ન્યૂઝ ટુડેના અનુસાર વધારે બગાસા આવવા એ કોઇ દવાની સાઇડ ઇફેક્ટ્સ પણ હોઇ શકે છે. તો જાણો આ વિશે વધુમાં તમે પણ..
વધારે બગાસા આવવા પાછળનું કારણ
વધારે બગાસા આવવા પાછળ અનેક વાર ગંભીર બીમારીઓના સંકેત હોઇ શકે છે. એવામાં જરૂરી છે તમે આ વિશે એલર્ટ રહો. આ ઊંઘને લગતી બીમારી જેમ કે ઓલ્સટ્રક્ટિવ સ્લીપ એનિમિયાનો સંકેત હોઇ શકે છે, જેનાથી દિવસે વઘારે ઊંઘ આવે છે. એક્સપર્ટનું કહેવુ છે કે વધારે બગાસા આવવા એ મેટાબોલિઝમ સાથે જોડાયેલી બીમારીનું પણ એક કારણ હોઇ શકે છે.
ઊંઘ પૂરી ના થવી
સામાન્ય રીતે ઊંઘ પૂરી ના થવા પર બગાસા વઘારે આવતા હોય છે. આવું ત્યારે થાય છે જ્યારે રાત્રે કોઇ પણ કારણોસર તમારી ઊંઘ પૂરી ના થઇ હોય. ઊંઘ પૂરી ના થવાને કારણે તમારા આગલા દિવસનો થાક તમે મહેસૂસ કરો છો જેના કારણે વધારે બગાસા આવે છે.
ડાયાબિટીસ
બગાસા આવવા એક હાઇપોગ્લાઇસીમિયાનું શરૂઆતનું લક્ષણનો સંકેત પણ હોઇ શકે છે. બ્લડમાં ગ્લુકોઝ લેવલ ઓછુ થવા પર બગાસા વધારે આવે છે.
નાર્કોલેપ્સી
નાર્કોલેપ્સી ઊંઘ સાથે જોડાયેલી એક પ્રકારની સમસ્યા છે જેમાં વ્યક્તિને ક્યારે અને કોઇ પણ જગ્યાએ ઊંઘી શકે છે. આ બીમારીમાં દર્દીઓ દિવસભરમાં ઊંઘ આવે છે જેના કારણે વધારે બગાસા આવે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)