એક મહિલા નવા કપડાં પહેરીને તૈયાર થઈને
ડોક્ટર પાસે ગઈ.
મહિલા : એક દાંત કઢાવવાનો છે, પણ ફક્ત 10 મિનિટમાં.
કોઈ એનેસ્થેસિયા નહિ,
બેભાન કરવાની કે દુઃખાવાની દવા નહિ.
થોડો દુઃખાવો થાય તો થવા દો, પણ જલ્દી કરજો,
કારણ કે મારે એક પાર્ટીમાં જવાનું છે.
ડોક્ટર : કમાલ છે, ગજબની બહાદુર મહિલા છો તમે.
આવો અહીં ખુરશી પર બેસી જાવ અને
દેખાડો કયો દાંત કઢાવવાનો છે?
મહિલા (પોતાના પતિને) : આવો અહીં બેસી જાવ,
અને દેખાડો કયો દાંત છે.
😅😝😂😜🤣🤪
આપણા શરીરની સંરચના એ પ્રકારની છે કે,
ન તો આપણે પોતાની પીઠ થપથપાવીને
શાબાસી આપી શકીએ છીએ,
અને ન તો પોતાને લાત મારી શકીએ છીએ,
એટલા માટે આપણા જીવનમાં
પત્નીનું હોવું જરૂરી છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)