આજની લાઇફ ફાસ્ટ થઇ ગઇ છે. આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો પોતાની હેલ્થ, સ્કિન અને હેરનું ધ્યાન રાખી શકતા નથી. ખાસ કરીને વાત કરવામાં આવે તો અનેક લોકોને ગરમીમાં વાળમાં ખોડો થતો હોય છે. વાળમાં ખોડો થવાને કારણે હેર ડેમેજ થાય છે અને સાથે બીજી અનેક ઘણી તકલીફો થાય છે. વાળમાં ખોડો થાય ત્યારે હેર તૂટવા લાગે છે અને સાથે બીજી અનેક રીતે ડેમેજ થાય છે. આમ તમને પણ ગરમીમાં વાળમાં બહુ ખોડો થાય છે તો આ ટિપ્સ તમારા માટે બેસ્ટ છે. તો જાણો આ વિશે તમે પણ..
- વાળમાં ખોડો વઘારે થાય છે તો તમે સૌથી પહેલાં અઠવાડિયામાં બેથી ત્રણ વાર હેર વોશ કરવાનું રાખો. હેર વોશ કરવાથી ખોડો દૂર થાય છે અને સાથે તમારા વાળ પણ ડેમેજ થતા નથી. વાળમાં ખોડો થવાથી અનેક વાર સ્કિન ઇન્ફેક્શન થાય છે.
- તમને ગરમીમાં વાળમાં બહુ ખોડો થાય છે તો તમે એલોવેરા જેલ લગાવી શકો છો. એલોવેરા જેલ લગાવવાથી વાળ સિલ્કી થાય છે અને સાથે ખોડો પણ દૂર થાય છે. એલોવેરા જેલ તમારા વાળની ક્વોલિટી પણ સુધારે છે.
- તમારા વાળમાં બહુ ખોડો થાય છે તો તમે મધ અને લીંબુની પેસ્ટ લગાવો. આ માટે તમે બે ચમચી મઘ લો અને એમાં એક ચમચી લીંબુનો રસ નાંખો. હવે આની સ્મૂધ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને તમારા વાળમાં અને સ્કેલ્પમાં લગાવો. ત્યારબાદ અડધો કલાક રહીને હેર વોશ કરી લો. આમ કરવાથી વાળમાં ખોડો દૂર થઇ જાય છે. લીંબુ અને મધની આ પેસ્ટ તમારા વાળની ક્વોલિટી સુધારવાનું પણ કામ કરે છે.
- ગરમીમાં ખાસ કરીને વાળમાં વધારે પરસેવો થાય છે. આ પરસેવો વાળને ખરાબ કરવાનું કામ કરે છે. આ માટે તમે પરસેવાથી વાળનો ખોડો દૂર કરવા માટે સૌ પ્રથમ હેર વોશ કરી લો અને પછી વાળમાં એલોવેરા જેલની સાથે લીંબુનો રસ મિક્સ કરીને હેરમાં લગાવો. આમ કરવાથી ખોડો દૂર થઇ જાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)