હોળીને હવે ગણતરીના દિવસો બાખી છે ત્યાં અનેક લોકો આ તહેવારનું સ્વાગત કરવા માટે તૈયાર થઇ ગયા છે. હોળી રમવાની મજા કંઇક અલગ જ આવે છે. હોળી એક એવો તહેવાર છે જે તમારા જીવનમાં રંગો ભરી દે છે અને સાથે ઉજાસ લાવવાનું કામ કરે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હોળીમાં અનેક લોકો કેમિકલથી રમતા હોય છે જેના કારણે સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે. આ સાથે જ સ્કિન પર રેશિસ પડવા લાગે છે.
દહીંનો ઉપયોગ કરો
તમને હોળીના રંગોની એલર્જી છે તો અને તમે રંગોથી બચવા ઇચ્છો છો તો ચહેરા પર દહીં લગાવો. દહીં તમારી સ્કિનને ઠંડક કરવાની સાથે-સાથે રેશિસમાંથી પણ રાહત મળે છે. આમાં તમે બેસન મિક્સ કરીને પણ લગાવી શકો છો. તમે સ્કિન પર વધારે બળતરા થાય છે તો તમે આખા શરીર પર દહીં લગાવો અને સુકાવા દો. પછી ચોખ્ખા પાણીથી ધોઇ લો. આમ કરવાથી રાહત થઇ જશે.
ઘી લગાવો
હોળી રમ્યા પછી તમને કલરથી રેશિસ પડી જાય છે, બળતરા થાય છે અને સાથે રેશિસ પડે છે તો તમે ઘી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ માટે તમે આખા શરીર પર ઘી લગાવી દો. ઘી લગાવવાથી તમને તરત જ રાહત થઇ જશે. ઘી તમારે ઠંડુ લગાવવાનું રહેશે.
નારિયેળ તેલ લગાવો
જે લોકોની સ્કિન સેન્સેટિવ છે એમને હોળી રમતા પહેલાં નારિયેળ તેલ લગાવવુ જોઇએ. નારિયેળ તેલ તમારી સ્કિન પર ઇન્ફેક્શન થતા બચાવે છે. આ સાથે જ નારિયેળ તેલમાં રહેલા ગુણો તમારી સ્કિનને અનેક પ્રકારની એલર્જીથી બચાવે છે. કેમિકલ રંગોથી તમારી સ્કિનને નુકસાન થાય છે. આ માટે હંમેશા નારિયેળ તેલ લગાવો અને પછી રંગોથી હોળી રમો.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)