fbpx
Sunday, December 22, 2024

ઘરની વ્યવસ્થા સાથે જોડાયેલું છે તમારા સૌભાગ્યનું રહસ્ય!

આજકાલ ઘરમાં ફેંગશૂઇની વસ્તુઓ રાખવાનું ચલણ વધતું જઇ રહ્યું છે. ફેંગશૂઇ આ બે શબ્દ મળીને એક શબ્દ બને છે, ફેંગ એટલે વાયુ અને શૂઇ એટલે જળ. ફેંગશૂઇ શાસ્ત્ર જળ અને વાયુ પર આધારિત છે. ફેંગશૂઇના ઉપાય કરવાથી ઘરમાં રહેલ વાસ્તુસંબંધિત દોષો દૂર થાય છે.ઘરમાં સુખ-સમૃદ્ધિ અકબંધ રાખવા માટે બજારમાં ઘણા પ્રકારની ફેંગશૂઇની વસ્તુઓ મળે છે અને આ વસ્તુઓ ઘરમાં રાખવાથી આપને શુભફળની પ્રાપ્તિ થાય છે.

ફેંગશૂઇ ન માત્ર આપના ઘર અને ઓફિસને સુંદર બનાવે છે પરંતુ ધન અને સમૃદ્ધિનું આપના ઘરમાં સ્વાગત પણ કરે છે. ફેંગશૂઇની વસ્તુ આપ ઘરમાં કઇ જગ્યા પર રાખો છો તેના પર નકારાત્મક ઊર્જા અને સકારાત્મક ઊર્જાનો આધાર રહેલો છે. તો ચાલો જાણીએ ફેંગશૂઇ સાથે જોડાયેલી વસ્તુઓ વિશે કે જે ધન અને સૌભાગ્ય લઇને આવે છે.

ઘરની અવ્યવસ્થાથી બચવું

કોઇપણ વસ્તુ ઘરમાં ગમે ત્યાં પડી હોય તે આપના ઘર અને પરિવાર માટે અશુભ માનવામાં આવે છે. ઘરમાં રહેલી દરેક વસ્તુઓ તેની યોગ્ય દિશા અને જગ્યા પર રાખવામાં આવે તો તેની સકારાત્મક અસર પરિવાર પર પડે છે. ફેંગશૂઇની વસ્તુઓ જો અવ્યવસ્થિત મૂકવામાં આવે તો તેના કારણે આપના ઘરમાં આવી રહેલ ધનના પ્રવાહ પર અસર પડે છે અને આપના ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશે છે. જે આપના ઘર પરિવાર પર અશુભ અસર કરે છે.

આકર્ષક અને મજબૂત પ્રવેશદ્વાર

ઘરમાં ધનનું આગમન કરવા ઇચ્છતા હોવ તો તેના માટે આપે ઘરના મુખ્ય દ્વારને આકર્ષક બનાવવું જોઇએ. ઘરના મુખ્ય દ્વાર પર સુંદર ફૂલ-છોડ લગાવવા જોઇએ તેમજ એક સુંદર પગ લૂછણિયું રાખવું જોઇએ. જેનાથી આપના ઘરમાં માતા લક્ષ્‍મીનું આગમન થાય. આકર્ષક મુખ્ય દ્વાર અને સુંદર પગલૂછણિયું આપના ઘરમાં સકારાત્મક ઊર્જાને આવકારે છે.

લાફિંગ બુદ્ધા

ફેંગશૂઇમાં લાફિંગ બુદ્ધાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સૌભાગ્ય અને ધન પ્રાપ્તિ માટે લાફિંગ બુદ્ધાને ઘર કે ઓફિસના મુખ્ય દ્વારની સામે પૂર્વ દિશામાં રાખવામાં આવે છે. જો તમે ઘરમાં કે ઓફિસમાં લાફિંગ બુદ્ધા લાવવા ઇચ્છતા હોવ તો લાફિંગ બુદ્ધાનો સેટ કે ધનની તિજારી સાથે રહેલા લાફિંગ બુદ્ધા હોય તેવી મૂર્તિ પસંદ કરવી જોઇએ. જે આપના ઘરમાં સકારાત્મક ઊર્જાની સાથે સમૃદ્ધિ લાવશે.

ફેંગશૂઇ કોઇન

સૌભાગ્ય અને ધનની પ્રાપ્તિ માટે લાલ રિબીનથી બાંધેલા ફેંગશૂઇના કોઇન વધુ શુભ માનવામાં આવે છે અને તેના કારણે આપના ઘરમાં આર્થિક સ્થિરતા પ્રાપ્ત થાય છે.આપ ઘરમાં બોન્સાઇ મની કોઇન ટ્રી પણ લગાવી શકો છો. તેનાથી આપના ઘરમાં ક્યારેય ધનની અછત નથી સર્જાતી.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles