ભારતમાં મંદિર આપણી આસ્થાની સાથે સાથે સમૃદ્ધ વિરાસતનું પણ પ્રતીક છે. ભારતમાં કેટલાય એવા મંદિર છે, જ્યાં દર વર્ષો કરોડો રૂપિયાનું દાન આવે છે. અહીં અમે આપને એવા 5 મંદિરો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેની ગણતરી દેશના ધનાઢ્ય મંદિરોમાં થાય છે.
ભારતમાં એવા કેટલાય મંદિર છે, જ્યાં કરોડો રૂપિયાનું દાન આવે છે. કેરલમાં ત્રિવેન્દ્રમમાં આવેલ પદ્મનાથ સ્વામી મંદિર સૌથી અમીર મંદિર માનવામાં આવે છે. મંદિરના ખજાનામાં સોનાના ઘરેણાં, હીરા જડીત ધરેણાં તથા સોનાની મૂર્તિઓ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંદિરની 6 તિજોરીમાં 20 અબજ ડોલરની કુલ સંપત્તિ છે. મંદિરમાં સ્થાપિત મહાવિષ્ણુ ભગવાનની મૂર્તિ સોનાથી બનેલી છે. મૂર્તિની કિંમત લગભગ 500 કરોડ રૂપિયા છે.
દેશના સૌથી અમીર મંદિરોની યાદીમાં બીજા નંબર પર આંધ પ્રદેશમાં આવેલ તિરુપતિ બાલાજી મંદિર છે. થોડા મહિના પહેલા મંદિર ટ્રસ્ટે કહ્યું હતું કે, તિરુપતિ બાલાજી મંદિર લગભગ 5300 કરોડ રૂપિયાનું 10.3 ટન સોનું અને 15,938 કરોડ રૂપિયા કેશ બેન્કોમાં જમા છે. આવી રીતે આ મંદિરની કુલ સંપત્તિ 2.50 લાખ કરોડ રૂપિયાથી વધારે હોવાનું કહેવાય છે.
દેશના સૌથી ધનાઢ્ય મંદિરોની યાદીમાં ત્રીજા નંબર આવે છે મહારાષ્ટ્રનું શિરડી મંદિર. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિરડીમાં આવેલું સાઈ બાબા મંદિરના બેન્કમાં ખાતામાં 380 કિલો સોનુ, 4428 કિલો ચાંદી અને ડોલર તથા પાઉન્ડ જેવી વિદેશી મુદ્રા તરીકે મોટી માત્રામાં ધનની સાથે સાથે લગભગ 1800 કરોડ રૂપિયા જમા છે.
ભારતમાં માન્યતા પ્રાપ્ત શક્તિપીઠ મંદિરોમાંથી એક વૈષ્ણોદેવી મંદિર દેશના ધનાઢ્ય મંદિરોમાં આવે છે. આખુ વર્ષ અહીં માના દર્શન માટે હજારો ભક્તો આવે છે. ટૂર માય ઈંડિયા. કોમના જણાવ્યા અનુસાર, દર વર્ષે અહીં 500 કરોડ રૂપિયા શ્રાઈન બોર્ડને ભક્તો દ્વારા દાનમાં મળે છે.
મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર ભગવાન ગણેશને સમર્પિત છે. અહીં સેલિબ્રિટીથી લઈને સામાન્ય નાગરિકો દર્શને આવે છે અને માનતા માને છે. જાણકારી અનુસાર, આ મંદિરને 3.7 કિલો સોનાનો કોટ લગાવ્યો છે. મંદિરને દાન અને ચડાવા તરીકે વાર્ષિક 125 કરોડ રૂપિયાની આવક થાય છે.