લાલુની માઁ એ અચાનક મંદિર જવાનું બંધ કરી દીધું અને સ્વિમિંગ શીખવા લાગી.
જ્યારે કોઈએ કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું :
મારા લાલુ અને વહુ વચ્ચે અવારનવાર ઝઘડો થાય છે,
અને વહુ હંમેશા પૂછતી રહે છે કે તારી માઁ અને હું બંને પાણીમાં ડૂબતા હોઈએ
તો તું પહેલા કોને બચાવીશ?
હું મારા પુત્રને કોઈ મુશ્કેલીમાં મૂકવા માંગતી નથી,
તેથી જ હું સ્વિમિંગ શીખવા લાગી.
થોડા દિવસો પછી ફરી લાલુ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો અને
લાલુની પત્નીએ ફરી એક જ વાત પૂછી કે :
જો તારી માઁ અને હું ડૂબતા હોઈએ તો તું પહેલા કોને બચાવશે?
લાલુએ જવાબ આપ્યો : મારે પાણીમાં ઉતરવાની જરૂર જ નહીં પડે કારણ કે
મારી માઁ સ્વિમિંગ શીખી ગઈ છે, તે તને બચાવશે.
લાલુની પત્નીએ હાર ન માની અને કહ્યું : ના, ના,
તમારે પાણીમાં કૂદીને અમારામાંથી એકને બચાવવી જ પડશે.
લાલુએ જવાબ આપ્યો : તો ચોક્કસ પણે તું ડૂબી જઈશ, કારણ કે
હું તરી નથી શકતો અને મારી માઁ આપણા બંને માંથી 100% મને જ બચાવશે.
😅😝😂😜🤣🤪
રમેશ : ભાઈ બેઠા બેઠા
શું વિચારી રહ્યા છો?
સુરેશ : એ જ કે જેણે
પહેલીવાર દહીં જમાવ્યું હશે,
તે મેળવણ ક્યાંથી લાવ્યું હશે?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)