માથું ઢાંકવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. હિન્દુ ધર્મ સહિત શીખ અને મુસ્લિમ ધર્મોમાં ધાર્મિક કાર્યો દરમિયાન માથું ઢાંકવું જરૂરી છે. જો કે, માથું ઢાંકવું એ સન્માનનું સૂચક છે, પરંતુ પૂજા દરમિયાન માથું ઢાંકવું માત્ર સ્ત્રીઓ માટે જ નહીં પરંતુ પુરુષો માટે પણ જરૂરી છે. તેથી જ પૂજા સમયે, બીજું કંઈ નહીં તો ઓછામાં ઓછું માથા પર રૂમાલ ઢાંકવો જોઈએ.
તેનાથી મનમાં ભગવાન પ્રત્યેનો આદર અને સમર્પણ પ્રગટ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે પૂજામાં સ્ત્રી અને પુરૂષ બંને માટે માથું ઢાંકવું શા માટે જરૂરી છે. આવો જાણીએ આ વિશે.
- ગરુડ પુરાણ અનુસાર, પૂજા કરતી વખતે અથવા કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે માથું ઢાંકવું જોઈએ, કારણ કે ચંચળ મન ભટકતું રહે છે માથુ ઢાકવામાં આવે તો સંપૂર્ણ ધ્યાન પૂજા પર કેન્દ્રિત રહે છે.
- એવું માનવામાં આવે છે કે જ્યારે માથું ઢાંકવામાં આવે છે, ત્યારે સંપૂર્ણ ધ્યાન પૂજા પર રહે છે. આ નિયમનું પાલન કરવાથી વ્યક્તિને ભાગ્યની બમણી કૃપા મળે છે.
- શાસ્ત્રો અનુસાર પૂજા દરમિયાન માથું ઢાંકવું એ ભગવાનના આદરનું પ્રતિક છે. જેમ કે વડીલોની સામે માથું ઢાંકેલું હોય છે. એ જ રીતે ભગવાનના આદર માટે માથું ઢાંકવું જરૂરી છે.
- શાસ્ત્રો અનુસાર પૂજા માટે સ્ત્રી અને પુરુષ બંને માટે સમાન નિયમો છે. તેથી જ પૂજા દરમિયાન સ્ત્રી અને પુરૂષ બંને માટે માથું ઢાંકવું જરૂરી બની જાય છે.
- પૂજા કરતી વખતે અથવા મંદિરમાં જતી વખતે માથું ઢાંકવાથી આપણે નકારાત્મક શક્તિઓથી બચી જઈએ છીએ. કારણ કે નકારાત્મકતા વાળ દ્વારા આપણને પોતાની તરફ ખેંચે છે. જ્યારે માથું ઢાંકવાથી મનમાં સકારાત્મક વિચારો આવે છે.
- ઘણા લોકોને વાળ ખરવા અને ડેન્ડ્રફ વગેરે જેવી સમસ્યા હોય છે. આવી સ્થિતિમાં જો પૂજાની વસ્તુઓ પર વાળ કે ખોડો પડી જાય તો તે અશુદ્ધ થઈ જાય છે. એટલા માટે પૂજામાં માથું ઢાંકવું જરૂરી છે.
- જો માથું ખુલ્લું હોય, તો આકાશી વિદ્યુત તરંગો સીધી વ્યક્તિની અંદર પ્રવેશ કરે છે, જેના કારણે માથાનો દુખાવો, આંખોમાં નબળાઇ વગેરે જેવી સમસ્યાઓ થાય છે. આકાશમાં ફરતા જંતુઓ માથાના વાળમાં સરળતાથી ચોંટી જાય છે, કારણ કે વાળની ચુંબકીય શક્તિ તેમને આકર્ષે છે. આવી સ્થિતિમાં તેઓ અનેક રોગોનું કારણ બની જાય છે.
- માથું ઢાંકીને પૂજા કરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે હવનમાં માથું ઢાંકીને બેસવાથી શરીરનું તાપમાન નિયંત્રિત રહે છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)