કાકડી સ્કિન અને હેલ્થ માટે બેસ્ટ છે. ગરમીમાં દરેક લોકોએ સલાડમાં કાકડી ખાવી જોઇએ. કાકડી તમારા શરીરમાં પાણીની ઉણપ પૂરી કરી છે. આર્યુવેદમાં પણ કાકડીનું અનેક રીતે મહત્વ રહેલું છે. આ માટે બાળકોને પણ ગરમીમાં કાકડી ખવડાવવી જોઇએ. આમ વાત કરવામાં આવે તો કાકડીમાંથી તમે સરળતાથી ઘરે ફેસ પેક બનાવી શકો છો. કાકડીનો ફેસ પેક તમારી અનેક ઘણી સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. તો તમે પણ ગરમીમાં કાકડીનો આ ફેસ પેક લગાવો અને દૂર કરો સ્કિનની અનેક સમસ્યાઓ.
આ રીતે ઘરે ફેસ પેક બનાવો
કાકડીમાંથી ફેસ પેક બનાવવા માટે સૌ પ્રથમ કાકડીને ધોઇને એના કટકા કરી લો. હવે એક ચમચી એલોવેરા જેલ લો અને એક ચમચી હળદરને મિક્સ કરી લો. પછી કાકડીને મિક્સરમાં ક્રશ કરીને રસ કાઢી લો. હવે આ કાકડીના રસમાં એલોવેરા જેલ અને હળદરની પેસ્ટ મિક્સ કરી લો. પછી આ પેસ્ટને બરાબર મિક્સ કરીને બે મિનિટ માટે રહેવા દો.
આ રીતે ફેસ પર લગાવો
હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને બે થી ત્રણ મિનિટ માટે મસાજ કરો. પછી આ પેકને સુકાવા દો. પેક બરાબર સુકાઇ જાય એટલે ચોખ્ખા પાણીથી મોં ધોઇ લો. હવે આ કોટનના કપડાથી લૂંછી લો. આમ કરવાથી તમારી સ્કિન અંદરથી ડિપ ક્લિન થાય છે.
જાણો આ પેકના ફાયદાઓ
આ પેક ખાસ કરીને ગરમીમાં દરેક લોકોએ લગાવવો જોઇએ. ગરમીમાં આ પેક લગાવવાથી સ્કિન પરનું વધારાનું ઓઇલ દૂર થઇ જાય છે. આ સાથે જ તમારા સ્કિન પર નેચરલ ગ્લો આવે છે. કાકડીનો આ ફેસ પેક તમને ફેશિયલ કરતા પણ મસ્ત ગ્લો આપે છે.
દરેક સ્કિન ટોનના લોકો માટે બેસ્ટ છે
કાકડીનો આ ફેસ પેક ઓઇલી સ્કિનથી લઇને દરેક લોકો લગાવી શકે છે. આમ, તમારી સ્કિન ડ્રાય છે તો તમે એલોવેરા જેલ થોડી વધારે નાંખો. આમ કરવાથી તમારી ડ્રાય સ્કિન પ્રોપર થાય છે અને સાથે તમારી સ્કિન પરની અનેક સમસ્યાઓ દૂર થઇ જાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)