પતિ : તું પિયર જાય છે તો કેવો અનુભવ કરે છે?
પત્ની : અમે મહિલાઓ 45 વર્ષની થઈ જઈએ
તો પણ પિયરમાં પગ મુકતા જ 16 વર્ષના હોય
એવો અનુભવ થાય છે.
પતિ : ઓહ… અચ્છા….
પત્ની : તમે જણાવો, તમને આવો
16 વર્ષની ઉંમરવાળો અનુભવ ક્યારે થાય છે?
પતિ : બસ… મારે પણ એવું જ….
જયારે તું પિયર જાય ત્યારે.
😅😝😂😜🤣🤪
મીનાને હોસ્પિટલમાં લઇ ગયા.
મીના : મને લાગે છે હું નહિ બચું.
મીનાનો પતિ : તો હું પણ મરી જઈશ.
મીના : જાનુ હું તો બીમાર છું એટલે મરી જઈશ,
પણ તું કેમ મરી જશે?
મીનાનો પતિ : હું આટલી બધી ખુશી એકસાથે
સહન નહિ કરી શકું.
હવે મીના સાજી થઈ ગઈ છે અને
તેનો પતિ હજી ભાનમાં નથી આવ્યો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)