fbpx
Monday, December 23, 2024

ભીમે મારી ગદા અને થયું શિવલીંગ પ્રગટ, જાણો, વડોદરાના ભીમનાથ મહાદેવનો પૌરાણિક ઇતિહાસ

વડોદરા શહેર નવનાથ મહાદેવથી જાણીતું છે. વડોદરાની ચારેય તરફ નવનાથ મહાદેવ આવેલા છે. જેથી કહી શકાય છે કે, વડોદરાની સુરક્ષા આ નવનાથ મહાદેવ જ કરી રહ્યા છે. આ નવનાથ મંદિર પૈકીનું એક ભીમનાથ મહાદેવનું મંદિર ખુબ જ પૌરાણિક અને ઐતિહાસિક માનવામાં આવે છે.

આ મંદિર સયાજીગંજમાં ભીમનાથ રોડ નામનો રસ્તો આવેલો છે. રસ્તાની જોડે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ભીમની ગદાના પ્રહારથી શિવલીંગ પ્રગટ થયું હોવાથી મંદિર ભીમનાથ મહાદેવ તરીકે જાણીતું થયુ છે.

ભીમનાથ મહાદેવ મંદિરના પૂજારી ગજેન્દ્ર પ્રસાદ જોશીએ રસપ્રદ ઇતિહાસ જણાવ્યો હતો કે, આ મંદિરની ગાયકવાડના શાસન દરમિયાન સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરના સ્થળે પાંડવો અજ્ઞાતવાસમાં અહીં આવ્યા હોવાનું મનાય છે.

પાંડવોને વનવાસ ભોગવી રહ્યા હતા, ત્યારે તેઓ આ સ્થળે આવ્યા હતા અને રાત્રી દરમ્યાન ભોજન બનાવવામાં આવ્યું હતું.

ભોજન જમતા પહેલા ભીમને પ્રતિજ્ઞા હતી કે, શિવજીના શિવલીંગની પૂજા કર્યા સિવાય ભોજન ન લેવું. આ વિસ્તાર ગાઢ જંગલ વાળો હોવાથી કોઈ શિવલીંગ દેખાયું નથી.

એ સમયે અર્જુને હોશિયારી વાપરીને માટીના ઘડાને શિવલીંગનો આકાર આપી અને ભીમને પૂજા કરવા જણાવ્યું. ભીમ ભોળા હોવાને કારણે તેઓએ માટીના ઘડાની પૂજા કરી અને ભોજન ગ્રહણ કર્યું. આરામ કક્ષમાં બેઠા બાદ બધા જ હસવા લાગ્યા હતા.

જેથી ભીમે પૂછ્યું કે, શા માટે હસો છો? અર્જુન એ જવાબ આપતા જણાવ્યું કે, અમે બધા પણ ભોજન કરી શકીએ તે માટે યુક્તિ વાપરીને તમારી પાસે શિવલીંગની પૂજા કરાવી. તમે જેની પૂજા કરી તે શિવલીંગ નહીં પરંતુ માટેનો ઘડો હતો. આ સાંભળતા જ ભીમ ક્રોધિત થયા અને ગદાધારી ભીમે પોતાની ગદા ઉચકી માટીની હાલડી પર મારી હતી.

ગદા અડતા જ ત્યાંથી શિવલીંગ પ્રગટ થયું. ભીમે જ્યાં ગદા શિવલીંગ પર મારી હતી. એના નિશાન આજે દિન સુધી જોવા મળી રહ્યા છે. ત્યારથી ભીમનાથ મહાદેવ નામ પડ્યું છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles