ઘી રસોઇનો સ્વાદ વધારે છે અને સાથે-સાથે બીજા પણ અનેક ફાયદાઓ કરે છે. ઘી તમારી સ્કિન માટે સૌથી બેસ્ટ સાબિત થાય છે. શું તમે જાણો છો ઘીનાં માત્ર 5 ટીપાં તમારી સ્કિન પર જબરજસ્ત કમાલ દેખાડે છે? ઘી દરેક લોકોના સ્કિન ટાઇપને સૂટ થાય છે. ઘીમાં એન્ટી એન્જીંગ, એન્ટી બેક્ટેરિયલ અને મોઇસ્યુરાઇઝિંગ ગુણો હોય છે. એવામાં તમે આ રીતે સ્કિન પર ઘીનો ઉપયોગ કરો છો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળે છે અને સાથે-સાથે આ 3 મોટી સમસ્યાઓમાંથી છૂટકારો અપાવે છે.
આ રીતે ઘી લગાવો
ત્વચા પર ઘી લગાવવા માટે સૌથી પહેલા ધીને પીગાળી દો. પછી રાત્રે ઊંઘતા પહેલાં ચોખ્ખા પાણીથી હાથ ધોઇને ટોવેલથી લૂછી લો. હાથ પર પાંચ ધીના ટીપાં લો અને પછી ત્વચા પર એપ્લાય કરો. હવે હાથને ગોળ ઘુમાવતા સર્કુલેયર મોશનમાં ચહેરા પર મસાજ કરો અને પછી સૂઇ જાવો. સવારમાં ઉઠ્યા પછી ચહેરો ચોખ્ખા પાણીથી ધોઇ લો. આમ કરવાથી ચહેરા પર મસ્ત ગ્લો આવે છે. તો જાણો બીજા ફાયદાઓ વિશે.
ચહેરો ચમકદાર બનશે
ઘી ત્વચાને સોફ્ટ કરવાનું કામ કરે છે. ધી ત્વચાનું બેસ્ટ એક્સફોલિએટિંગ એજન્ટ છે. એવામાં ચહેરા પર ઘી લગાવવાથી સ્કિનને એક્સફોલિએશનમાં મદદ મળે છે અને તમારો ચહેરો મુલાયમ બને છે. ઘીની મદદથી ચહેરા પર ચમક આવે છે. સોફ્ટ અને શાઇની પણ થાય છે.
કરચલીઓ દૂર થાય
ઘીમાં એન્ટી એન્જિંગ તત્વ ભરપૂર માત્રામાં હોય છે. એવામાં ઘીની મદદથી તમે ચહેરા પરની કરચલીઓને દૂર કરી શકો છો. આ સાથે જ ફાઇન લાઇન્સ પણ દૂર થાય છે. ફેસ પરની સાથે તમે પગમાં પણ ઘી ની માલિશ કરી શકો છો.
ખીલ અને કાળા ડાધા દૂર થાય છે
ઘીમાં એન્ટી બેક્ટેરિયલ તત્વ હોય છે જે ખીલને દૂર કરવાનું કામ કરે છે. આ માટે તમે એક ચમચી ઘીમાં એક ચમચી દહીં મિક્સ કરો અને પછી ચહેરા પર લગાવો. થોડ સમય પછી ચોખ્ખા પાણીથી ચહેરો ધોઇ દો.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)