નાળિયેર પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે અને તેની સાથે શરીરને શક્તિ પણ આપે છે. નાળિયેરમાં લગભગ 200 મિલી અથવા વધુ પાણી હોય છે. ઓછી કેલરીવાળું પીણું હોવાની સાથે, તેમાં એન્ટીઓકિસડન્ટ, એમિનો-એસિડ, એન્ઝાઇમ, બી-કોમ્પ્લેક્સ વિટામિન્સ, વિટામિન સી જેવા ઘણા પોષક તત્વો હોય છે.
ઉનાળામાં તમારી દિનચર્યામાં નાળિયેર પાણીનો સમાવેશ કરવા માટે તમે એક અલગ અને અસરકારક રીત અપનાવી શકો છો. જો તમે સ્વાસ્થ્ય લાભો સાથે ત્વચા પર ગ્લો કરવા માંગો છો, તો તમારે ઉનાળામાં નારિયેળ પાણીની આ ટીપ્સ અજમાવી જ જોઈએ.
નારિયેળ પાણીમાં આ એક વસ્તુ સામેલ કરો
નારિયેળ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે. નારિયેળ પાણીમાં લીંબુનો રસ ભેળવી પીવાથી ઉનાળામાં શરીર હાઇડ્રેટ રહે છે. જ્યારે નારિયેળ પાણી શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરશે, તો લીંબુમાં હાજર વિટામિન સી ત્વચાને ચમકદાર બનાવશે.
નાળિયેર પાણી અને લીંબુના ફાયદા
– નાળિયેર તેલ અને લીંબુનું મિશ્રણ પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે પેટનું ફૂલવું, એસિડિટી, ગરમી અને પેટમાં દુખાવો દૂર કરવા અથવા ઘટાડવામાં અસરકારક છે.
લેમન કોકોનટ ડ્રિંક દક્ષિણ ભારતમાં મેંગલોરમાં ખૂબ જ લોકપ્રિય છે. વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ, પીણું શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ પણ ભરે છે. આ રેસીપી એથ્લેટ્સ માટે શ્રેષ્ઠ છે કારણ કે તે ઊર્જાસભર રહેવામાં ઘણી મદદ કરે છે.
નાળિયેર પાણીના હાઇડ્રેટિંગ ગુણધર્મો માત્ર શરીરમાં જ નહીં પરંતુ ત્વચામાં પણ ભેજ જાળવી રાખવાનું કામ કરે છે. ઉનાળામાં ત્વચાને ગ્લોઈંગ બનાવવા માટે તમે નારિયેળ પાણીથી બનેલી વસ્તુઓ દ્વારા કેર રૂટીન પણ અપનાવી શકો છો.
એક કપ નાળિયેર પાણીમાં હોય છે આટલા પોષક તત્વો
નાળિયેર પાણીમાં 94% પાણી અને ખૂબ ઓછી માત્રામાં ચરબી હોય છે. નાળિયેર પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે. વળી, તેમાં રહેલા સાયટોકિનિન વૃદ્ધત્વના સંકેતો આવતા અટકાવે છે. એક કપ (આશરે 240 મિલી) નારિયેળ પાણીમાં 60 કેલરી હોય છે.
(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)