હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રીની અષ્ટમીએ માતા દુર્ગાની વિશેષ ઉપાસના કરવામાં આવે છે. દુર્ગાષ્ટમીના દિવસે દુર્ગા દેવીની ઉપાસના કરવી અને તેમના માટે ખાસ ઉપાયો કરવાથી પ્રેમ વિવાહમાં આવી રહેલ મુસીબતોથી છુટકારો મળે છે. દાંપત્યજીવન સુખી બની રહે છે, બાળકોની કારકિર્દીમાં ગતિ આવે છે, પરિવારમાં ચાલી રહેલ મુસીબતો દૂર થાય છે, ઘરમાં સુખ-શાંતિ આવશે, સ્વાસ્થ્યને લઇને કોઇ મુસીબત સતાવી રહી હોય તો તેનાથી છુટકારો મેળવી શકાય છે, પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત કરી શકાય છે, આપને કોઇ ભય સતાવી રહ્યો હોય તો તેમાંથી મુક્તિ મળે છે, આ દરેક સમસ્યાનો ઉકેલ માતા દુર્ગાની ઉપાસનાથી મેળવી શકાય છે.
તો ચાલો જાણીએ તે ઉપાયો વિશે.
નોકરીમાં પ્રશંસા પ્રાપ્તિ અર્થે
જો આપને નવી નવી નોકરી લાગી હોય અને આપના કામથી આપના ઉચ્ચ અધિકારીઓને ખુશ રાખવા ઇચ્છતા હોવ તો આ દિવસે માતાને ભેટમાં એક મુઠ્ઠી અક્ષત અર્પણ કરવાથી તેમના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે અને નોકરીમાં આપના ઉચ્ચ અધિકારીઓ આપના કાર્યથી ખુશ થાય છે.
નોકરીમાં બઢતી અર્થે
જો આપ નોકરીમાં બઢતીની કામના રાખતા હોવ તો આ દિવસે આપે જાંબુના વૃક્ષને નમસ્કાર કરવા જોઇએ. તે વૃક્ષની પૂજા કરવી જોઇએ. સાથે જ એક જાંબુનું વૃક્ષ રોપવું જોઇએ. તેનાથી આપને નોકરીમાં બઢતીની તક મળે છે.
સમસ્યામાંથી મુક્તિ અર્થે
જો તમે કોઇ કાર્યને લઇને કેટલાય સમયથી પરેશાન હોવ તો આ દિવસે ચંદ્રદેવના મંત્રને 108 વાર જાપ કરવો જોઇએ. ચંદ્રદેવનો આ મંત્ર છે સોં સોમાય નમઃ આ પ્રકારે આ મંત્રની માળા આજના દિવસે કરવાથી આપની પરેશાની દૂર થાય છે.
ભયમુક્તિ અર્થે
જો આપ કોઇપણ પ્રકારની ભયથી પીડિત હોવ અને તેમાંથી છુટકારો મેળવવા ઇચ્છતા હોવ તો આ દિવસે મંદિરમાં પાણી ભરેલ માટીનો ઘડો કે માટલાનું દાન કરવું જોઇએ. તેનાથી આપને માતાજીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે અને આપ ભયમાંથી મુક્ત થાવ છો.
માનસિક તણાવમાંથી મુક્તિ અર્થે
જો તમે કોઇપણ પ્રકારના માનસિક તણાવથી મુક્તિ મેળવવા ઇચ્છતા હોવ તો આ દિવસે આપે 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઇએ. 2 મુખી રુદ્રાક્ષ પર ચંદ્રમાનો પ્રભાવ રહે છે અને માનસિક રૂપે તણાવનું કારણ પણ ચંદ્રમા જ છે. એટલે આ દિવસે 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી આપને જલ્દી જ માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)