ચૈત્રી નવરાત્રીના 9 દિવસ માતા દુર્ગાની ઉપાસના માટે ખૂબ જ મહત્વના માનવામાં આવે છે. આજે તો માતાજીનું પાંચમું નોરતું પણ આવી ચૂક્યું છે. પાંચમા નોરતે નવદુર્ગાના સ્કંદમાતા રૂપની પૂજાનું મહત્વ હોય છે. આમ તો નવરાત્રી દરમ્યાન કેટલાંક એવાં કાર્ય કરવામાં આવે છે કે જે અત્યંત શુભ ફળ પ્રદાન કરનારા મનાય છે.
આજે અમે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવવા માંગીએ છીએ કે જેની નવરાત્રી દરમ્યાન ખરીદી કરવાથી વ્યક્તિના ભાગ્ય આડેના તમામ અવરોધો દૂર થઈ જાય છે. એટલે આજે તમે પણ આ 5 વસ્તુઓ વિશે જાણી લો અને નવરાત્રી પૂર્ણ થાય તે પહેલાં તેની ખરીદી કરી લો.
ચાંદીની વસ્તુઓ
હિન્દુ ધર્મ શાસ્ત્રમાં ચાંદીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસોમાં ચાંદીની વસ્તુઓ ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. ચાંદીની વસ્તુઓને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. એટલે જો નવરાત્રી દરમ્યાન આપ ચાંદીની વસ્તુઓ ખરીદીને ઘરે લાવો છો, તો તે આપની આર્થિક સ્થિતિ મજબૂત કરશે !
માટીનું ઘર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રીના નવ દિવસો દરમ્યાન જો ઘરમાં માટીનું એક નાનું ઘર ખરીદીને લાવવામાં આવે તો તે ખૂબ જ શુભ ફળ આપે છે. તમે આ ઘર બજારમાંથી ખરીદીને લાવી શકો છો અથવા તો પછી ઘરે પણ માટીનું ઘર બનાવી શકો છો. આ માટીના ઘરને માતાજીની સ્થાપના પાસે રાખી દેવું અને તેની પૂજા કરવી. આઠમ, નોમના અવસરે પણ તમે આ પ્રયોગ કરી શકો છો. માન્યતા અનુસાર આ રીતે સ્થાપન પાસે માટીનું ઘર મૂકવાથી મિલકત ખરીદીના યોગ સર્જાશે. તેમજ ઘરમાં ધનની અછત ક્યારેય નહીં વર્તાય.
સૌભાગ્યની સામગ્રી
માન્યતા એવી છે કે નવરાત્રીના દિવસોમાં સૌભાગ્ય સામગ્રી ખરીદીને ઘરે લાવવી જોઈએ. ત્યારબાદ માતા દુર્ગાના આશીર્વાદ અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે સૌભાગ્યવતી મહિલાઓને લાલ રંગની ચુંદડીની સાથે આ સૌભાગ્યની સામગ્રી ભેટ કરવી જોઇએ. કહે છે કે તેનાથી પતિના આયુષ્યમાં વૃદ્ધિ થાય છે અને મહિલાઓને માતા અંબાના શુભ આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.
નાડાછડી
એવી માન્યતા છે કે આ દિવસોમાં નાડાછડી ખરીદીને જરૂરથી ઘરે લાવવી. જ્યોતિષ શાસ્ત્રમાં તેને શુભ માનવામાં આવે છે. ત્યારબાદ નાડાછડીમાં નવ ગાંઠ મારીને તેને માતા દુર્ગાને અર્પિત કરવી. કહે છે કે આ ઉપાય કરવાથી માતા ભગવતી અંબા આપની દરેક મનોકામનાની પૂર્તિ કરે છે !
ધજા
જ્યોતિષ શાસ્ત્રમાં ધજાનું વિશેષ મહત્વ છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)