ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે અને આ નવ દિવસોમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂરી થઇ જાય છે. નવરાત્રિ દરમિયાન સવાર-સાંજ આરતી અને મંત્રોના જાપથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે. આ દરમિયાન જે લોકો 9 દિવસ ઉપવાસ કરે છે, તેમના પર દેવી દુર્ગાની વિશેષ કૃપા છે. તેમની પૂજા કરવાથી ઘરમાંથી દુ:ખ અને દરિદ્રતા દૂર થાય છે.
આ નવ દિવસોમાં દાન કરવાનું વિશેષ મહત્વ છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ નવરાત્રીના દિવસો દરમિયાન દાન કરે છે, તેના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઇ જાય છે. તો તેવામાં ચાલો તમને જણાવીએ કે નવરાત્રીમાં કઇ કઇ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઇ રહે છે અને મા લક્ષ્મીનો વાસ પણ રહે છે.
નવરાત્રી દરમિયાન કરો આ વસ્તુઓનું દાન
પુસ્તકોનું દાન કરવું શુભ
કુંવારી કન્યાઓને ભોજન કરાવવા દરમિયાન પુસ્તકોનું દાન જરૂર કરવું જોઇએ. તેનાથી નવ દુર્ગા પ્રસન્ન થાય છે. પુસ્તકોનું દાન કરવાથી વ્યક્તિને જીવનમાં કોઇપણ પ્રકારના દુખનો સામનો નથી કરવો પડતો. તેનાથી મા લક્ષ્મીની સાથે સાથે મા સરસ્વતી પણ મહેરબાન રહે છે.
માતા જગદંબાને આ રીતે કરો પ્રસન્ન
ઘણી વખત એવું બને છે કે વ્યક્તિ ગમે તેટલી પૂજા કરે, તેના પર દુ:ખના વાદળ હંમેશા છવાયેલા રહે છે. એટલા માટે તમારે લીલા કપડામાં 7 ઈલાયચી લઈને તેને બાંધીને સૂતી વખતે તમારા ઓશિકા નીચે મૂકી દો. બીજા દિવસે તેને કોઈને દાન કરી દેવું. આનાથી નોકરી અને વ્યવસાય સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે.
કેળાનું દાન કરવું શુભ
નવરાત્રીના નવ દિવસે કેળાનું દાન કરવું ખૂબ જ શુભ છે. તેનાથી ઘરમાં બરકત રહે છે અને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
બંગડીઓનું દાન કરવું શુભ
નવરાત્રીના નવ દિવસે બંગડીઓનું દાન કરો. આ સાથે મા દુર્ગા અખંડ સૌભાગ્યનું વરદાન આપે છે અને પતિને લાંબુ આયુષ્ય પણ આપે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)