જીવન જીવવા માટે પાણી ખૂબ જ જરુરી છે. પાણી વિનાના જીવનની કલ્પના પણ કરી શકાય નહીં. કોઈપણ વ્યક્તિ જેટલું વધારે પાણી પીવે છે તેટલું જ તેના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહે છે. ગરમીમાં તો હજુ વધારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જો શરીરમાં પાણીની ઉણપ આવે તો ઘણી ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે. પાણીની કમીથી ડિહાઈડિરેશનનું જોખમ પણ વઘી જાય છે.
ડિહાઈડ્રેશન, ગરમીમાં થનારી સામાન્ય સમસ્યા છે. તેના કારણે ઉલટી, ઝાડાં, અને ડાયરિયા જેવી સમસ્યા થાય છે. પરંતુ, શું તમે જાણો છો કે ડિહાઈડ્રેશન થતાં પહેલા આપણું શરીર આપણને પાણીની સમસ્યાનું સંકેત આપે છે. આજે અમે તમને જણાવીશું કે કયા સંકેત દ્વારા જાણી શકાય કે તમારા શરીરમાં પાણીની ઉણપ છે.
ત્વચા પર ડ્રાઈનેસ
શરીરમાં પાણીની કમીથી સ્કિન સુકાઈ જાય છે. જેના કારણે ત્વચા પર રેશેઝ, ખંજવાળ અને હોઠો પર પાપડી જામી જાય છે. જેમાંથી ઘણીવાર લોહી પણ નીકળવા લાગે છે.
યુરિન સંબંધિત તકલીફ
જો તમારા યુરિનનો રંગ હલકો અને પારદર્શી છે તો તેનો અર્થ છે કે તમારા શરીરમાં પાણીની કોઈ ઉણપ નથી. પરંતુ, પેશાબનો રંગ પીળો હોય તો સમજી લેવું કે તમારા શરીરમાં પાણીની સમસ્યા છે. આ સિવાય ડિહાઈડ્રેશનની સ્થિતીમાં પેશાબની માત્રા ઓછી થઈ જાય છે અને તેમાં બળતરા પણ થઈ શકે છે. આ તમામ લક્ષણ શરીરમાં પાણીની કમી તરફ ઈશારો કરે છે. જો તમારા શરીરમાં પણ આ લક્ષણો દેખાય તો વધારે પાણી પીવાનું શરુ કરી દો.
મોંમાથી દુર્ગંધ આવવી
શરીરમાં પાણીની ઉણપ હોય તો મોં અને ગળું સુકુ થઈ જાય છે અને શ્વાસ લેવાની સમસ્યા સાથે મોંમાથી દુર્ગંધ પણ આવવા લાગે છે.
વધારે પડતી ભૂખ અને તરસ લાગવી
શરીરમાં પાણીની કમીથી ડિહાઈડ્રેશનની સ્થિતીમાં પાણી પીવા છતાં વારંવાર તરસ લાગે છે. સાથે ભૂખ પણ વધે છે. એવામાં અચાનક ભુખ વઘવી પાણીની કમીનો સંકેત આપે છે.
વધુ પડતો થાક લાગવો
પાણીની કમી થવાની વધુ પડતો થાક લાગે છે. તેની કમીથી લો બ્લડ પ્રેશર, થાક, માથામાં દુખાવો, ગભરામણ અને વધારે પડતી ઉંઘ આવે છે. જો આવા લક્ષણ દેખાય તો પાણી પીવાની માત્રા વધારી દેવી જોઈએ.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)