fbpx
Monday, October 28, 2024

પ્રયત્ન કરવા છતાં ગુસ્સા પર કાબૂ નથી રાખી શકતા? આજે જ આ ઉપાય અજમાવો!

આજની ભાગદોડવાળી જિંદગીમાં બદલાતા સમય અને જવાબદારીઓના કારણે વ્યક્તિમાં ચીડિયાપણું અને ગુસ્સો વધુ જોવા મળે છે. કેટલાંક વ્યક્તિઓ તો નાની નાની વાતમાં ગુસ્સે થઇ જાય છે. નાની નાની વાતમાં કોઇની પણ ઉપર ભડકી જાય છે. જો તમે પણ આવી જ કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો આજના ઉપાય તમારા માટે જ છે. વાસ્તવમાં આ પ્રકારની સમસ્યાનો સંબંધ કોઇને કોઇ ગ્રહ સાથે જરૂરથી જોડાયેલો હોય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુસ્સો ન માત્ર મગજ કે વ્યવહાર સાથે જોડાયેલ છે, પરંતુ, તેનો સંબંધ રાહુ અને મંગળદોષ સાથે પણ છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવા કેટલાય ઉપાયો છે કે જેનાથી આપ તે ગ્રહોની અશુભ અસરોને દૂર કરીને આપના ગુસ્સા પર નિયંત્રણ મેળવી શકો છો. તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે.

ચંદનનો પ્રયોગ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આપને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હોય તો આપે ચંદનનો પ્રયોગ અજમાવવો જોઈએ. એટલે કે, કપાળ પર ચંદનનું તિલક કરવું જોઈએ. ચંદન ન માત્ર આપના મનને શાંત કરશે, પરંતુ, તેનાથી આપને રાહુદોષમાંથી પણ રાહત મળશે.

મોતીનો ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આપને નાની નાની વાતોમાં ગુસ્સો આવી જતો હોય અને આપ આપના ગુસ્સા પર નિયંત્રણ લાવવા માંગતો હોવ તો એક ખાસ ઉપાય અજમાવો. તમારે ચાંદીની વીંટી કે પેંડેટમાં મોટી સાઇઝનું મોતી પહેરવું જોઇએ. ચાંદી મનને શાંત રાખે છે. સાથે જ જો તમે ચંદ્રદોષથી પીડિત હોવ તો તેમાંથી પણ તે આપને મુક્તિ આપે છે.

સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું

ગુસ્સા પર નિયંત્રણ લાવવા આપે નિત્ય સ્નાનાદિ કાર્યથી નિવૃત થઇને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું જોઇએ. તેમજ સૂર્યદેવનું ધ્યાન કરવું જોઇએ.

લાલ રંગ પહેરવાથી બચવું

દૈનિક જીવનમાં આપે બને એટલો લાલ રંગના વસ્ત્રોનો ઉપયોગ ઓછો કરવો જોઇએ. લાલ રંગ ઉગ્ર સ્વભાવનું પ્રતિક માનવમાં આવે છે. જો આપને વધારે જ ક્રોધ આવતો હોય તો આપે શક્ય એટલા સફેદ કે ક્રીમ રંગના વસ્ત્રો જ વધુ ધારણ કરવા જોઇએ.

હનુમાન ચાલીસાનો પાઠ કરો

ક્રોધથી મુક્તિ અર્થે આપે નિત્ય જ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઇએ. તેનાથી ન માત્ર મંગળ ગ્રહ શાંત થશે પરંતુ, આપનો ગુસ્સો પણ ઓછા થતો જશે.

દીપ પ્રાગટ્ય

તમારે સવારે અને સાંજે ઘરની પૂર્વ દિશામાં દીવો જરૂરથી પ્રજ્વલિત કરવો જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપનો ગુસ્સો નિયંત્રણમાં આવી જશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles