fbpx
Monday, December 23, 2024

સાંળગપુર હનુમાનનો ગૌરવવંતો ઈતિહાસ, કષ્ટભંજનની પ્રતિમા એક જ પાળિયામાંથી બનાવવામાં આવી હતી.

સાળંગપુર ધામ હવે કિંગ ઓફ સાળંગપુર બની ગયુ છે. સાળંગપુર ધામમાં ભગવાન શ્રી હનુમાનજી એટલે કષ્ટભંજન દેવની મુર્તી છે. આ મંદિર ભક્તજનોમાં કષ્ટ નિવારવા માટે તેમજ જેમને ભુત -પ્રેત કે અનિષ્ઠ તત્વોથી પીડાતા હોય તેવા લોકો માટે આ મંદિર ઘણુ સત્કારી અને ચમત્કારી મનાય છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે આવેલ  આ મંદિર માટે કહેવાય છે કે ભુત પ્રેતાત્માથી પિડીતો માત્ર એકવાર જો સાળંગપુર હનુમાનજીના દર્શન કરી લે તો તેમની તમામ પિડામાંથી મુક્તી મળે છે.

ભગવાન કષ્ટભંજન દેવની સ્થાપન કરનાર સંત

ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના અંતધ્યાન બાદ અનાદિ મૂળ અક્ષરમૂર્તિ યોગીવર્ય સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર ગામમાં વેદોકતવિધિથી શ્રી કષ્ટભંજન-હનુમાનજી મહારાજની આ મૂર્તિની સ્થાપના કરી હતી. કહેવાય છે કે ભગવાન કષ્ટભંજન દેવની મુર્તી વિક્રમ સંવત 1905મં આસો વદ પાંચમના દિવસે કરવામાં આવી હતી. ગોપાળાનંદ સ્વામીએ અનેક સંતો – વિદ્રાનો , બ્રાહ્મણો અને હરિભક્તની હાજરીમાં મુર્તી પ્રતિષ્ઠા કરી હતી.

ભગવાન સ્વામીનારાયણ પણ અનેક વખત વિશ્રામ કરતા

સ્વામિનારાયણના સંપ્રદાયના સંતો સાળંગપુરથી હર હમેશા માટે અવર જવર કરતા હતા. તેમજ અહી ભગવાન સ્વામીનારાયણ પણ અનેક વખત વિશ્રામ કરતા હતા. સાળંગપુર દરબાર જીવા ખાચર હંમેશા સ્વામીનારાયણની ભક્તીમાં રહેતા. સમય જતા જીવા ખાચર તેમના પુત્ર વાઘા ખાચર અને અમરા ખાચરને પણ તેમની ભક્તી કરવા કહેતા. પરંતુ એક લોકવાયકા છે કે સતત ત્રણ વર્ષ અહી દુકાળ પડ્યો હતો. જેના કારણે જીવન પર માઠી અસર અહી પડી હતી. લોકો પાણીની એક બુદ માટે તરસી રહ્યા હતા. તે સમયે ગોપાળનંદ સ્વામી બોટાદ ખાતે પથરામણી કરી હતી.. ત્યારે દરબાર સાહેબ વાઘા ખાચર તેમના લોકો સાથે સ્વામીને મળવા બોટાદ ખાતે પહોચ્યા હતા. અને સ્વામીના ખોળામાં માથુ રાખી વાઘા ખાચર રહી પડ્યા હતા. તે સમયે સ્વામીએ કહ્યુ હતું કે શુ થયુ છે કે આ રીતે રડી પડ્યા છો. ત્યારે વાઘા ખાચરે દુકાળની આપ વિતી કહી અને કહ્યુ હતુ કે અહી કોઇ સંત પણ આવી નથી રહ્યું. સદગુર ગોપાળનંદ સ્વામી આપ સંતો સાથે અહી પથરામણી કરો અને અમારા દુખ હરો. આ વાતનો સ્વિકાર કરી સદગુર ગોપાળાનંદ સ્વામી સંતો સાથે અહી સાળંગપુર ખાતે આવી પહોચ્યા હતા.

ગોપાળાનંદ સ્વાણી સાળંગપુર પધાર્યા ત્યા વાઘા ખાચર તેમને ગામ બહાર  પાદરે લઇ ગયા ત્યારે સ્વામીએ અહી પડેલા પાળીયા પર હાથ મુક્યો અને કહ્યુ વાઘા ખાચર આ પાળીયા કોના છે. ત્યારે દરબાર વાઘા ખાચરે કહ્યુ કે સ્વામીજી આ પાળીયા પથ્થર મારા ઉગાબાપુ ખાચરનો પાળીયો છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યુ દરબાર આ પાળીયા પથ્થરમાંથી હનુમાનજીની મુર્તી કંડારિયે તો? વાઘા ખાચરે સહમતી આપી અને ત્યાર બાદ સ્વામીએ ગામના કાના  કડીયાને કહ્યુ કે આ પાળિયામાંથી મુર્તી બનાવાની છે. કાના કડીયાએ કહ્યુ સ્વામી મારુ કામ મુર્તી બનાવાનું થોડું છે. પરતુ ગોપાળાનંદ સ્વામીએ કાના તમે ભવ્ય મુર્તી બનાવશો તેવા આર્શિવાદ આપ્યા હતા.

– એવી મુર્તી કંડાર કે વિશ્વમાં તેમની નામના થાય…

સદગુર ગોપાળાનંદ સ્વામીએ તરત જ કાગળ પર હનુમાનજીનું ચિત્ર બનાવ્યુ અને કાનાજી કડિયાને બોલાવી કહ્યુ આમા એવી મુર્તી કંડાર કે વિશ્વમાં તેમની નામના થાય. સાડા પાંચ મહિના મુર્તી બનાવાનું કામ ચાલ્યુ. અને ફરી એકવાર સ્વામીજીની સાળંગપુર પધાર્યા હતા.

ગોપાળાનંદ સ્વામી, સંતો અને હરિભક્ત સાથે સાંળગપુર આવ્યા અને ભવ્ય મહોત્સવ યોજાયો હતો. સ્વામીજીએ વેદોક્તવિધીતી કષ્ટભંજન હનુમાનજીની મુર્તી સ્થાપના વિક્રમ સંવત 1095ના આસો વદ પાંચમના દિવસે કરી હતી. ગોપાળાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી, આરતી સમયે ગોપાળાનંદ સ્વામીએ એક લાકડીને પોતાની દાઢી સાથે ટેકવીને મુર્તી સામે ત્રાટક વિધિ કરતા ઉભા રહ્યા. પોતે સંકલ્પ કર્યો કે આ મુર્તિમાં હનુમાનજી મહારાજ આવિર્ભાવ થાઓ. ત્યારે આરતીના પાંચમાં તબક્કા બાદ મુર્તી હલવા લાગી, ગોપાળાનંદ સ્વામીએ શ્રી હનુમાનજી મહારાજને વિનંતી કરી કે આપના ચરણે આવેલ હર કોઇ મનુષ્યોના દુખ દુર કરજો, પિડીતોની સર્વ પ્રકારે મુક્ત કરીએ સર્વનો ઉદ્ધાર કરજો.મુર્તીમાં એટલું બધુ તેજ હતું કે મુર્તી સતત ધ્રૂજતી હતી. આખરે અન્ય સ્વામીએ ગોપાળાનંદ સ્વામીનો હાથ પકડી રોક્યા અને મુર્તી ધ્રુજતી બંધ થઇ હતી.

કહેવાય છે કે ગોપાળાનંદ સ્વામીએ મુર્તીમા એટલુ તેજ નાખ્યુ હતું કે જો થોડીવાર પણ થઇ હોત તો મુર્તી બોલતી થઇ જાત, તેથી મુર્તીનો હાવભાવ અન્ય મુર્તી કરતા કઇક અલગ છે. અને સાસ્તવ મુર્તી હોય તેમ અનુભવ થાય છે.

આજે સાળંગપુરમાં સેંકડો ભક્તો રોજના આવે છે. પોતાના દુઃખ દર્દ કષ્ટભંજન દેવના શરણે ધરી દે છે અને દુઃખમુક્ત થઈને, પીડા મુક્ત થઈને જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles