ગરમીના દિવસોમાં માટીનો ઘડો ક્યારેય ખાલી ન મુકવો જોઈએ. ઘડામાં પાણી જરૂર રાખો. ખાસ કરીને રાત્રીના સમયે. આવું કરવું અશુભ હોય છે અને ધન હાનિનું કારણ બને છે.
શગુન શાસ્ત્ર અનુસાર જો ઘરની બહાર નીકળતી વખતે માટીનું વાસણ અથવા પાણી ભરેલું વાસણ જોવા મળે તો તે ખૂબ જ શુભ સંકેત છે. આવું થવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે ઘરમાં પાણી ભરેલું માટીનું વાસણ રાખવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આવા ઘરમાં ક્યારેય પાણીની અછત નથી રહેતી. પરંતુ આ માટે તમારે કેટલાક નિયમો જાણવા જોઈએ.
સંપત્તિ સાથે જોડાયેલ છે માટીનો ઘડો
પાણી અને ખાસ કરીને માટીનો ઘડો સંપત્તિ સાથે સંકળાયેલા છે. એટલા માટે કહેવાય છે કે ઘરમાં પીવાના પાણીનો ઘડો ક્યારેય ખાલી ન રાખવો જોઈએ. ખાસ કરીને રાત્રે માટીનો ઘડો ખાલી રાખવું ખૂબ જ અશુભ છે. ચાલો જાણીએ ઘરની કઈ દિશામાં પાણી ભરેલો ઘડો રાખવો શુભ છે. તેમજ તેને રાખતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ.
માટીનો ઘડો રાખતી વખતે આ નિયમોનું ખાસ ધ્યાન રાખો
– એક નવો માટીનો ઘડો લાવો અને તેને સારી રીતે ધોઈ લો. સારું રહેશે કે તેમાં થોડા સમય માટે પાણી ભરી રાખો અને કલાકો પછી આ પાણીને ફેંકી દો. આ પછી પાણી ભરી તેને પીવો. ઉપરાંત, પહેલા બાળકને અને ખાસ કરીને છોકરીને પાણી આપો. તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં બરકત રહે છે.
– વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં માટીનો ઘડો રાખવાની શ્રેષ્ઠ દિશા ઉત્તર દિશા છે. ઉત્તર દિશા એ વરુણ દેવ એટલે કે પાણીની દિશા છે. આ દિશામાં માટીનો ઘડો રાખવાથી ઘરના લોકોની આવક વધે છે, તેમની પ્રગતિ થાય છે. જો તમે માટીનો ઘડો ઉત્તર દિશામાં રાખી શકતા નથી, તો તમે તેને ઉત્તર-પૂર્વ દિશામાં પણ રાખી શકો છો.
– આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલા હોય, કામમાં કોઈ અડચણ આવી રહી હોય, આવક ઓછી થઇ જાય છે તો રોજ સાંજે માટીના ઘડાની સામે દીવો કરવો. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે. ઘરમાં સકારાત્મકતા વધશે. આ સાથે સુખ-સમૃદ્ધિમાં વધારો થશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)