fbpx
Monday, December 23, 2024

અખાત્રીજ પર કરો આ ઉપાય, માતા લક્ષ્મી ધનની વર્ષા કરશે

હિન્દુ ધર્મમાં,અક્ષય તૃતીયા(અખાત્રીજ)નો શુભ તહેવાર વૈશાખ મા શુક્લપક્ષની તિથિએ ઉજવવામાં આવે છે. જેનો ક્ષય થતો નથી તેને અક્ષય કહેવાય છે. આ માન્યતા માટે લોકો આખું વર્ષ અક્ષય તૃતીયાના પવિત્ર તહેવારની રાહ જુએ છે.જે સાધનાથી સાધકને અક્ષય પુણ્ય મળે છે, તે આ વર્ષે 22 એપ્રિલ 2023 ના રોજ ઉજવવામાં આવશે.

અખાત્રીજ તરીકે ઓળખાતા આ શુભ તહેવાર પર ધન અને સુખની દેવી લક્ષ્‍મીની કૃપા મેળવવા માટે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે.

હિંદુ માન્યતા અનુસાર, અક્ષય તૃતીયાના દિવસે જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ વિધિપૂર્વક દેવી લક્ષ્‍મીની પૂજા કરે છે, તેમના મંત્રોનો જાપ કરે છે અને તેમની પૂજા સંબંધિત કેટલાક સરળ ઉપાય કરે છે, તો દેવી લક્ષ્‍મીની કૃપા તેના પર વર્ષભર વરસતી રહે છે.તેમની સંપતિમાં ઉત્તરોતર વધારો થતો જોવા મળે છે. ચાલો જાણીએ અક્ષય તૃતીયા પર ધનની દેવી લક્ષ્‍મીનું પૂજનની કેટલીક મહત્વની વિધિ.

અક્ષય તૃતીયા પર લક્ષ્‍મીની વિશેષ પૂજા કરો

જો તમે ઈચ્છો છો કે ધનની દેવી હંમેશા તમારા ઘરમાં વાસ કરે અને ધનની કોઈ કમી ન રહે, તો અક્ષય તૃતીયા પર વિધિ-વિધાન અનુસાર દેવી લક્ષ્‍મીની પૂજા કર્યા પછી, તમારે આદિ શંકરાચાર્ય દ્વારા રચિત કનકધારા સ્તોત્ર વાંચવું અથવા સાંભળવું જોઈએ. જો તમે આ કરી શકતા નથી, તો કમળકાકડીની માળાથી દેવી લક્ષ્‍મીના મંત્રનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે જે ભક્ત અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્‍મીની પૂજા વિધિ-વિધાનથી કરે છે, તેના પર વર્ષભર ધનની દેવીની કૃપા વરસતી રહે છે.

શ્રી યંત્રની પૂજા કરવાથી ધનની મનોકામના પૂર્ણ થશે

જો ઘણી મહેનત પછી પણ તમારા જીવનમાં નાણાની અછત રહેતી હોય તો અક્ષય તૃતીયાના દિવસે તમારે તમારા ઘરમાં શ્રીયંત્ર સ્થાપિત કરવું જોઈએ, વિધિ-વિધાન અનુસાર તેની પૂજા કરવી જોઈએ અને દેવીના મંત્રોનો જાપ કરવો જોઈએ.દેવી લક્ષ્‍મીની કૃપા હંમેશા તમારી સાથે રહે તે માટે તમારે અક્ષય તૃતીયા પછી પણ દરરોજ શ્રી યંત્રની પૂજા કરતા રહેવું જોઈએ.

સોનું ખરીદવા પર નસીબ સોનાની જેમ ચમકે છે

હિંદુ માન્યતા અનુસાર અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવામાં આવે છે અને લાવવામાં આવે છે, તો તે લાંબા સમય સુધી તેમની પાસે રહે છે એટલું જ નહીં, પરંતુ તેમાં વધારો પણ થાય છે.

દક્ષિણાવર્તી શંખથી દુર થશે ધન સંબંધીત સમસ્યા

હિન્દુ માન્યતાઓ અનુસાર, શંખને દેવી લક્ષ્‍મીનો ભાઈ માનવામાં આવે છે કારણ કે તે દેવી લક્ષ્‍મી સાથે સમુદ્ર મંથન શંખ પણ નિકળ્યો હતો. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં શંખ ​​રાખવામાં આવે છે અને દરરોજ તેની પૂજા કરવામાં આવે છે, તે ઘરમાં દેવી લક્ષ્‍મી હંમેશા નિવાસ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે આ અક્ષય તૃતીયા પર સોનું ખરીદવામાં અસમર્થ છો, તો ઓછામાં ઓછું એક શંખ અવશ્ય લાવો અને તેની પૂજા કરવાની સાથે દરરોજ તેને વગાડો. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ધન અને અન્ન બંનેનો ભંડાર ભરાઈ જશે.

(અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles