શ્રીમંત બનવા માટે દરેક વ્યક્તિ રાત-દિવસ મહેનત કરે છે, પરંતુ ઘણા લોકો ખૂબ મહેનત કર્યા પછી પણ પ્રગતિ કરી શકતા નથી. આ સિવાય તેમની પાસે પૈસા પણ લાંબા સમય સુધી ટકતા નથી. જો તમારી સાથે પણ આવું જ કંઇક થઇ રહ્યું છે તો લસણના આ ટોટકાઓ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. જી હાં, લસણ જેટલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેટલા જ તેના ટોટકાઓ પણ અસરકારક છે. લાલ પુસ્તકમાં ઉલ્લેખિત લસણના ટોટકાઓ આર્થિક પરિસ્થિતિને મજબૂત બનાવી શકે છે. તો ચાલો જાણીએ લસણના આ અદ્દભૂત ટોટકાઓ વિશે.
ધનની સમસ્યા
જો તમારી પાસે પૈસાની સતત તંગી રહે છે તો પર્સમાં શનિવારે લસણની એક કળી રાખો. આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે. આનાથી ક્યારેય પૈસાની સમસ્યા નહીં થાય. જો પૈસા તમારા હાથમાં ન રહેતા હોય તો શનિવારે લસણની ત્રણ કળીઓને લાલ કપડામાં બાંધીને પર્સમાં કે તિજોરીમાં રાખી દો. આમ કરવાથી પૈસાની તંગી દૂર થાય છે.
બિઝનેસ
વેપાર કે બિઝનેસમાં પરેશાનીઓ આવી રહી હોય તો લસણનો એક ખાસ ઉપાય તમને બચાવી શકે છે. બિઝનેસમાં ફાયદા માટે શનિવારે લસણની 5 કળીઓને લાલ કપડામાં બાંધીને તમારી દુકાન કે ઓફિસના મુખ્ય દરવાજા પાસે રાખી દો. આ ટોટકાથી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે, તેવો દાવો કરવામાં આવે છે.
ડરામણા સપનાઓ
જો તમને રાત્રે સૂતી સમયે ખરાબ કે ડરામણાં સપનાઓ આવે છે તો રાત્રે ઓશિકા નીચે 3 લસણની કળીઓ રાખી દો. અને સવારે ઉઠીને તેને ચોકમાં ફેંકી દો. આમ કરવાથી તમને ભયાવહ સપનાઓ આવવાનું બંધ થઇ જશે.
નકારાત્મક એનર્જી
જો ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી ગઇ હોય તો તેને દૂર કરવા માટે તમે ઘરના દરેક ખૂણાંમાં લસણની એક એક કળી રાખી દો.
નજર
જો તમારા બાળકને કોઇની ખરાબ નજર લાગી ગઇ છે તો તમારા બાળક પરથી લસણની કળીઓ ઉતારીને લાલ મરચા સાથે સળગાવી દો.
ધન લાભ
લાલ કપડામાં લસણની બે કળીઓ બાંધીને પોટલી બનાવીને તેને ઘરના પ્રાંગણમાં જમીનની નીચે દબાવી દો. આ ટ્રીક કરતા પહેલા શનિ મંદિરના દર્શન અવશ્ય કરો. તેનાથી તમને ધનથી લાભ થશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)