fbpx
Tuesday, December 24, 2024

ઘરમાંથી વાસ્તુદોષ દૂર થશે અને ધનસંપત્તિમાં વધારો થશે, માત્ર કરો આ પાંચ કામ

પૈસા કમાવવા ખૂબ જ જરૂરી છે, પરંતુ તેમાં ખૂબ જ મહેનત લાગે છે. આ કારણે જ લોકો ઉદ્યોગ, ધંધા, નોકરી કરતા હોય છે. અલબત્ત, ઘણી વખત સખત મહેનત કરી હોવા છતાં પણ સફળતા મળતી નથી. જેના પાછળ વાસ્તુદોષ કારણભૂત છે.

ઘણી વખત લોકો ભૂલે ચૂકે ઘરમાં વાસ્તુદોષ ઉભો કરે છે. જેના પરિણામે આર્થિક તંગીનો સામનો કરવો પડતો હોય છે. આવી સ્થિતિમાં જો તમે પણ પૈસાની અછત અનુભવતા હોવ અને ગમે તેટલી મહેનત કર્યા છતાં પણ યોગ્ય વળતર ન મળતું હોય તો અહીં આપવામાં આવેલા સરળ ઉપાયને અમલમાં મૂકી શકો છો.

ઘરમાં કુબેર યંત્રની સ્થાપના કરો

ભગવાન કુબેરને ધન અને સંપત્તિનું પ્રતિક માનવામાં આવે છે. તેઓ ઇશાન ખૂણાના સ્વામી છે. જેથી ઉત્તર-પૂર્વ દિશામાં કુબેર યંત્રની સ્થાપના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, ઉત્તર-પૂર્વ દિશામાં રખાયેલી નકારાત્મક વસ્તુઓને હટાવી દેવી જોઈએ. ફર્નિચર કે પગરખાં રાખવાની જગ્યા ઉત્તર-પૂર્વ દિશામાં હોવી જોઈએ નહીં.

ઘરને વ્યવસ્થિત રાખો

ઘણા લોકોના ઘરમાં સામાન વેરવિખેર હોય છે. ઘર વ્યવસ્થિત રાખવું ખૂબ જ જરૂરી છે. વેરવિખેર ઘરને વાસ્તુશાસ્ત્રમાં સારું માનવામાં આવતું નથી. તેના કારણે દોષ ઊભો થઈ શકે છે. આવી સ્થિતિમાં વાસ્તુ દોષમાંથી મુક્તિ મેળવવા માટે ઘરને વ્યવસ્થિત રાખવું જોઈએ. આવું કરવાથી પૈસાની આવક વધે છે.

લોકરને દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખો

ઘરમાં તિજોરી કે લોકરને દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવાથી આર્થિક તંગી દૂર થતી હોવાનું વાસ્તુશાસ્ત્રમાં માનવામાં આવે છે. ઘરનું લોકર ક્યારેય પણ પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં ખૂલતું હોય એ રીતે ન રાખવું.

મુખ્ય દરવાજે સફાઈ રાખો

ઘરનો મુખ્ય દ્વાર હંમેશા સ્વચ્છ હોવો જરૂરી છે. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં પ્રવેશે છે. જેના કારણે ઘરમાંથી આર્થિક સંકડામણ દૂર થાય છે.

કાંટાવાળા વૃક્ષો ન વાવો

ઘરની આસપાસ હરિયાળી હોય તે ખૂબ શુભ છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ કાંટાવાળા છોડ વાવવા જોઈએ નહીં. ઘરની આસપાસ કાંટાવાળા છોડ હોય તો પરિવારમાં ઝઘડા થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles