fbpx
Thursday, October 24, 2024

સીધા-ઉંધા કે પછી આડા-ટેઢા, રાત્રે સૂવાની સાચી રીત કઈ છે? જાણો

સ્વસ્થ રહેવા માટે જેટલો સારો ખોરાકથી લઈને સારી ઊંઘ પણ ખુબ જ જરુરી છે. ઊંઘ સારી મળે તો શરીરને થાક નથી લાગતો અને દિવસભર ફ્રેશ રહી શકીયે છીએ. તે જ રીતે, જો ઊંઘતા સારી ન મળે તો પછી દિવસભર ઘણી સમસ્યા સર્જાય છે અને મન પણ બેચેન રહ્યા કરે છે અને આખો દિવસ ઉંઘ આવતી હોય તેવું અનુભવાય છે.

ત્યારે પહેલો પ્રશ્નનો તો લોકોને એ હોય છે કે તેઓ રોજ પૂરતી ઊંઘ લેય છે તેમ છત્તા પણ દિવસ દરમિયાન સુસ્તી રહ્યા કરે છે અને કામમાં મન લાગતુ નથી. તો તેની પાછળ જવાબદાર ક્યાકને ક્યાંક આપડી સૂવાની પોઝીશન છે.

તમે ઘણા લોકોને જોયા હશે કે જેઓ પથારી પર આડા પડતાની સાથે જ સૂઈ જાય છે, જ્યારે કેટલાક લોકો લાંબા સમય સુધી પોઝીશન બદલતા રહે છે. જો કે આપડે સૌ કોઈ એવા છે કે આડા , ટેઢા, ઉંધા, સીધા રાત્રિ દરમિયાન સુતા રહીયે છીએ. પરંતુ, શું તમને ખબર છે કે આપડી ગમે તેવી પોઝીશનમાં સુવાની આદત આપણને જ ભારી પડી શકે છે તો હવે તમે કહેશો કે તો પછી સૂવાની સાચી રીત કઈ છે?

મોટાભાગના લોકોને ચાર પ્રકારની પોઝિશનમાં સૂવું પસંદ કરે છે. આમાં સીધા એટલે કે ચત્તા સૂવું, પેટ પર એટલે કે ઉંધા સૂવું તેમજ ડાબી બાજુ પર સૂવું અને જમણી બાજુ પડખુ ફરીને સૂવું શામેલ છે.

ચત્તા સૂવું કેટલુ ફાયદા કારક?

જ્યારે આપણે આપણા સીધા એટલે કે ચત્તા સૂવું ખરેખર ફાયદાકારક છે પણ જમીને આ પોઝીશનમાં સૂઈ શકાતુ નથી. જો કે સીધા સૂવાંથી પીઠના દુખાવામાં રાહત મળે છે તો સીધા સૂવાંથી ઉંઘ પણ સારી આવે છે જો કે સીધા સુવાથી આપણી ગરદન આડુ કે ટેઢું થઈ જાય છે જેની સીધી અસર આપણી ડળાની રગો પર પડે છે અને સવાર પડતા ગરદન અકડાઈ જાય છે.

પેટ પર એટલે કે ઉંધા કેમ ન સૂવું જોઈએ?

પેટ પર સૂવાથી પણ તેની અસર ગરદન પર પડે છે કારણ કે ઊંધા સૂતા આપણે ગરદનને ડાબી કે જમણી બાજુને વાળવી પડે છે જેના કારણે ગરદનના દુખાવાની સમસ્યા થાય છે, જ્યારે તમે તમારા પેટ પર સૂઈ જાઓ છો, ત્યારે સૌથી પહેલા તમારા પાચનતંત્રને અસર થાય છે. આ તમારા પેટના પિત્તના રસ અને પીએચને અસર કરી શકે છે, જેના કારણે પેટનું ફૂલવું, ગેસ અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે.પેટ પર સૂવાથી કબજિયાત, અપચો અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. ખાસ કરીને ખોરાક ખાધા પછી ઊંધું ન સૂવું જોઈએ. નિષ્ણાતો માને છે કે નાના બાળકોને ઊંધુંચત્તુ ન સૂવું જોઈએ, કારણ કે તે તેમની ઊંચાઈને અસર કરે છે. તેનાથી વિપરિત જો બાળક સીધું સૂઈ જાય તો તેનો શારીરિક અને માનસિક વિકાસ ઝડપી થાય છે અને ઊંચાઈ પણ વધે છે.

જમણી બાજુ સૂવાંને લઈને ડોક્ટર શું માને છે?

પડખુ ફરીને સૂવું એ પણ લોકોની ફેવરિટ પોઝીશનમાંની એક છે. જેમાં પણ ડોકટરો જમણી બાજુ પડખી બાજુ ફરીને સૂવાને યોગ્ય માનતા નથી. જેને લઈને ડોક્ટર્સનું કહેવું છે કે જમણી બાજુ પર સૂવાથી લીવર, પેનક્રિયાસ અને આંતરડાની સ્થિતિ બગડે છે. આનાથી લીવર પર દબાણ નીચે વળે છે. તે યોગ્ય રીતે કામ કરી શકતો નથી. જમણી બાજુ પર સૂવાથી ખભામાં દુખાવો અને ગરદનની સમસ્યા થઈ શકે છે. નસકોરાની સમસ્યા પણ વધે છે. ડોક્ટર્સનું કહેવું છે કે જો ડાબી બાજુ સારી ન હોય તો પીઠ પર સૂઈ શકાય છે. તેમજ જે જમીને જમણી બાજુ પડખુ ફરીને સૂઈ જઈએ તો શરીરમાં ખોરાક એસિડમાં રુપાંતરીત થઈ જાય છે.

સૂંવાની બેસ્ટ પોઝીશન છે આ

માનવ શરીરનું મહત્વ નું અંગ હદય છે જે શરીર ની ડાબી બાજુ આવેલ છે જેનું મુખ્ય કાર્ય આખા શરીર માંથી ખરાબ લોહી એકત્ર કરવાનું અને શુદ્ધ લોહી ફરી શરીર માં મોકલવાનું છે. ત્યારે ડાબી બાજુ સૂવું એ આરોગ્ય માટે સૌથી વધુ ફાયદાકારક છે.ખોરાક ના પાચન પછી ઉત્પન્ન થયેલ કચરો સરળતાથી મોટા આંતરડા થી કોલોન માં જતો રહે છે. જમ્યા પછી છાતી ના ભાગ માં બળતરા વધારે થતી હોય તો જમી ને 10 મિનિટ ડાબા પડખે સૂવાથી તેમાં રાહત થાય છે.પીઠ માં દુખાવો થતો હોય તો ડાબા પડખે સૂવાથી કરોડરજ્જુ પર લાગતા દબાણ ને દૂર કરી શકાય છે અને એ પડખે વધુ આરામદાયક અનુભવ થાય છે અને ઉંઘ પણ સારી રીતે પૂર્ણ થાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles