ઉનાળાની ઋતુમાં પરસેવો થવો સામાન્ય બાબત છે. તેની સાથે થાક પણ લાગવા માંડે છે. થોડી પણ મહેનત કરો તો એવું લાગે છે કે તમે થાકીને લોથપોથ થઈ ચૂક્યા છો. આવી સ્થિતિ ઉનાળા સિવાય પણ અન્ય ઋતુમાં થતી હોય તો થાકના કારણો પર ધ્યાન આપવું જરૂરી છે. કેટલીકવાર ઊંઘના અભાવે થાક લાગે છે. પરંતુ મોટે ભાગે તે ડાયટને કારણે પણ થઈ શકે છે.
જો તમારા આહારમાં આવશ્યક પોષક તત્વો ન હોય તો થાક પણ વધુ હોઈ લાગે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તમારા રોજિંદા આહારમાં કેટલીક વસ્તુઓનો કાળજીપૂર્વક સમાવેશ કરો.
ઓમેગા -3 ફેટી એસિડઃ- ઈટાલીની યુનિવર્સિટી ઓફ સિએના દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓમેગા 3 ફેટી એસિડ સતર્કતા વધારે છે. જે લોકો પોતાના આહારમાં માછલી, સીડ્સ વસ્તુઓનું સારા પ્રમાણમાં સેવન કરે છે તેઓને થાક ઓછો લાગે છે. અને તેઓ અન્ય કરતા વધુ એલર્ટ પણ રહે છે.
બદામઃ- બદામમાં થાક સામે લડવાની શક્તિ હોય છે. બદામ ખાવાથી ભૂખ પણ ઓછી લાગે છે. આ ઉપરાંત, તે વિટામિન્સ અને ઝિંક સિવાય ઓમેગા થ્રી ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. જે શરીરને ભરપૂર એનર્જી આપે છે અને તેના કારણે થાક લાગતો નથી.
કેળાઃ- તમને ફળ ખાવાનું પસંદ હોય કે ના હોય, બંને સ્થિતિમાં કેળાથી દૂર ન રહો. કેળા એક અસરકારક ફળ છે તે જ્યારે તમે થાકી ગયા હોવ અથવા થાકને રોકવા માટે પણ ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. કેળામાં તમને ભરપૂર માત્રામાં પોટેશિયમ, ફાઈબર્સ અને ઘણા પ્રકારના વિટામિન્સ મળે છે. જે તમને થાકથી ખૂબ જ દૂર રાખે છે.
પાણીઃ- ખોરાકમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જેટલો જરૂરી છે, તેટલું જ મહત્વ પાણીનું છે. તમે જેટલું વધુ પાણી પીશો તેટલું તમારું શરીર હાઈડ્રેટેડ રહેશે. શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી હોવાને કારણે થાક, સુસ્તીની લાગણી ઓછી થાય છે.
વર્કઆઉટઃ- આ બધાની સાથે સાથે શરીરને સક્રિય રાખવું ખૂબ જરૂરી છે. નિયમ પ્રમાણે દરરોજ વર્કઆઉટ કે હળવી કસરત કરવાથી તમારી ફિટનેસ જળવાઈ રહેશે. જો સ્નાયુઓ સ્ટ્રેચ થશે તો તેમનો તણાવ પણ છૂટી જશે. જેના કારણે શરીરમાં ચપળતા આવશે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)