Wednesday, March 19, 2025

શનિવારના આ 5 અચૂક ઉપાયોથી મળશે શનિદોષ માંથી છુટકારો, અટકેલા કામ પૂરા થશે.

હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર, દરેક દિવસ કોઇને કોઇ દેવી-દેવતાને સમર્પિત છે. તેવી જ રીતે શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે આ દિવસે શનિદેવની પૂજા કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે.

જે ભક્તો શનિવારે શનિદેવની પૂજા કરે છે, તેમના પર શનિદેવની વિશેષ કૃપા રહે છે. ચાલો આજે પંડિત ઈન્દ્રમણિ ઘનશ્યાલ પાસેથી જાણીએ કે શનિવારે કયા ઉપાય કરવા જોઈએ, જેથી તમારા પર શનિદેવની કૃપા બની રહે.

શનિવારે ઉપવાસ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ દિવસે પીપળાના વૃક્ષની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરીને તલના તેલનો દીવો કરવો જોઈએ. તેનાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે.

શનિવારે કાગડાને રોટલી ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. એટલા માટે શનિવારે કાગડાને ભોજન જરૂર કરાવો.

શનિવારે શનિ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો પણ લાભકારક છે. એટલા માટે આ દિવસે શનિ રક્ષાનો પાઠ કરો અને શનિદેવને સાડાસાતી, ઢૈય્યા અથવા શનિ દોષથી રક્ષણ માટે પ્રાર્થના કરો. આનાથી શનિદેવ તમારા દરેક દુ:ખ દૂર કરે છે.

શનિવારે ગરીબ અથવા જરૂરિયાતમંદ લોકોને દાન કરવું ખૂબ જ લાભકારક માનવામાં આવે છે. આ દિવસે ગરીબ લોકોને કાળી છત્રી, ધાબળો, અડદ, શનિ ચાલીસા, કાળા તલ, જૂતા, ચંદન વગેરેનું દાન કરો. આ વસ્તુઓના દાનથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુ:ખ દૂર કરે છે. શનિવારે દાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles