Wednesday, March 19, 2025

શનિદેવની પત્ની કોણ છે? શા માટે આપવામાં આવે છે શનિદેવને આંખમાં ન જોવાની સલાહ, જાણો રસપ્રદ કથા

સૂર્યના પુત્ર શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. કારણ કે તેઓ દરેકને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. તેથી જ તેમને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. જો કે શનિદેવના આ ગુણને કારણે તમામ મનુષ્યો અને તેમનાથી ડરે છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ કોઈ ભૂલ કરે તો તે શનિદેવની સજાના નિયમથી બચી શકતો નથી.

આ જ કારણ છે કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની કુંડળીમાં શનિની સ્થિતિ સારી રહે અને તેને શનિ દોષનો ભોગ ન બને. પરંતુ શું તમને ખ્યાલ છે એક વખત શનિદેવને ખુદ શ્રાપનો ભાગ બનવું પડ્યું. શનિદેવને તેમની પત્નીએ જ શ્રાપ આપ્યો હતો. જેના કારણે તેઓ માથું ઝુકાવીને ચાલે છે. જાણો શનિદેવની પત્ની અને આ પૌરાણિક કથા વિશે.

જ્યારે શનિદેવને તેમની પત્નીએ શ્રાપ આપ્યો હતો

બ્રહ્મપુરાણ અનુસાર શનિદેવ શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. તેઓ તેમનો મોટાભાગનો સમય શ્રી કૃષ્ણની પૂજામાં વિતાવતા હતા. શનિદેવના લગ્ન ચિત્રરથની પુત્રી સાથે થયા. શનિદેવની પત્ની પરમ સતી-સાધ્વી, પતિવ્રતા અને તેજસ્વીની હતી.

આ કારણે શનિદેવ માથું નીચું રાખીને ચાલે છે

એક વખત શનિદેવની પત્નીને સંતાનની ઈચ્છા હતી. આ માટે તે શનિદેવ પાસે પહોંચી. પરંતુ શનિદેવ કૃષ્ણની ભક્તિમાં મગ્ન હતા. પત્નીના ઘણા પ્રયત્નો પછી પણ શનિદેવનું ધ્યાન હટાવી શક્યા નહીં. આ પછી શનિદેવની પત્ની ગુસ્સે થઈ ગઈ અને ગુસ્સામાં તેણે શનિદેવને શ્રાપ આપ્યો. પત્નીએ કહ્યું કે આજ પછી જે વ્યક્તિ પર શનિદેવની દ્રષ્ટિ પડશે તેનો નાશ થઈ જશે.

ધ્યાનથી જાગ્યા પછી શનિદેવને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો. આ માટે શનિદેવે માફી પણ માંગી હતી. પરંતુ શનિદેવની પત્ની પાસે શ્રાપને પાછું વાળવાની શક્તિ ન હતી. આ ઘટના પછી શનિદેવ માથું નીચું રાખીને ચાલવા લાગ્યા, જેથી તેમની દૃષ્ટિએ કોઈનો પણ બિનજરૂરી વિનાશ ન થાય.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles