fbpx
Sunday, October 27, 2024

આજે અપનાવો આ 8 સરળ ઉપાય, બગડેલા કામો સુધરશે

હિંદુ ધર્મમાં તમામ દિવસ દેવી દેવતાઓને સમર્પિત છે. તે જ પ્રકારે રવિવાર સૂર્યદેવને સમર્પિત છે. માનવામાં આવે છે કે, આ દિવસે સૂર્યદેવતાની પૂજા કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે. રવિવારે સૂર્યપૂજા માટે કેટલાક ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે. શ્રદ્ધાપૂર્વક સૂર્યદેવની પૂજા અને કેટલાક ખાસ ઉપાય કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે.

સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરો- ધાર્મિક માન્યતા અનુસાર સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવું જોઈએ, જેનું વિશેષ મહત્ત્વ રહેલું છે. રવિવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન ધ્યાન કરીને સૂર્ય દેવને અર્ધ્ય અર્પણ કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સૂર્યદેવને જળ અર્પણ કરવા માટે તાંબાના કળશનો ઉપયોગ કરવો જોઈએ. સાથે લાલ ફૂલ, રોલી, અક્ષત અને સાકર નાખીને સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરો.

દરવાજા બહાર ઘીનો દીવો કરો- રવિવારના દિવસે ઘરની બહાર ઘીનો દીવો કરો. માનવામાં આવે છે કે, દીવો કરવાથી સૂર્યદેવની સાથે સાથે માઁ લક્ષ્‍મીની કૃપા પ્રાપ્ત હોય છે.

વડના ઝાડના પાન પર મનોકામના લખો- હિંદુ ધર્મની માન્યતા અનુસાર રવિવારના દિવસે વડના ઝાડનું એક તૂટેલું પાન લઈને તેના પર મનોકામના લખો અને પાણીમાં પ્રવાહિત કરી દો. દર રવિવારે આ પ્રકારે કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.

લાલ કપડા પહેરો- રવિવારે લાલ રંગના કપડા પહેરવાને શુભ માનવામાં આવે છે. આ દિવસે લાલ રંગના કપડા પહેરો અને ઘરની બહાર નીકળતા પહેલા ચંદનનો તિલક કરો. માનવામાં આવે છે કે, ચંદનનો તિલક કરીને બહાર જવાથી તમામ કામ પૂર્ણ થાય છે.

દાન કરો- રવિવારના દિવસે દાન કરવાને શુભ માનવામાં આવે છે. આ દિવસે ગોળ, દૂધ, ચોખા અને કપડાનું દાન કરવાથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે. જે પણ વ્યક્તિ દાન કરે છે, તેના કોઈ કામમાં અડચણ આવતી નથી.

પીપળાના ઝાડ પાસે દીવો કરો- જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રસિદ્ધિ મેળવવા માટે રવિવારે પીપળાના ઝાડ પાસે દીવો કરો. રવિવારે લોટનો ચૌમુખી દીવો બનાવો અને તેને પ્રગટાવીને પીપળાના ઝાડ પાસે રાખો. જીવન ખુશીઓથી ભરપૂર રહેશે.

બાવળના ઝાડ પર દૂધ અર્પણ કરો- રવિવારે બાવળના ઝાડ પર દૂધ અર્પણ કરવાથી ધન અને વૈભવ પ્રાપ્ત થાય છે. આ કારણોસર રવિવારે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસમાં દૂધ ભરીને અલગ રાખી દો. સવારે આ દૂધ બાવળના ઝાડ પર અર્પણ કરો.

સાવરણી ખરીદો- રવિવારે સાવરણી ખરીદવાને શુભ માનવામાં આવે છે. રવિવારે બજારમાંથી 3 સાવરણીની ખરીદી કરો અને સોમવારે આ 3 સાવરણી મંદિરમાં દાન કરો. આ પ્રકારે કરવાથી સૂર્ય નારાયણની કૃપા પ્રાપ્ત થશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles