fbpx
Sunday, October 27, 2024

અક્ષય તૃતીયા પહેલા ઘરમાંથી કાઢી નાખો આ નકામી વસ્તુઓ, નહીં તો આવશે ગરીબી, જાણો સુખની ‘ચાવી’

હિન્દૂ ધર્મમાં મહત્વની ગણાતી અક્ષય તૃતીયા આગામી 22 એપ્રિલના રોજ ઉજવાશે છે. આ તહેવારની વર્ષે વૈશાખ માસમાં શુક્લ પક્ષની તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે.

અક્ષય તૃતીયાને નવા કાર્યોની શરૂઆત કરવા માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈપણ શુભ કાર્ય તારીખ અને સમય વગર કરી શકાય છે. એટલે કે આ દિવસે વણજોયા મુહૂર્ત હોય છે. જેમાં પણ અક્ષય તૃતીયાના દિવસે ખાસ સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. આ દિવસે લક્ષ્‍મી માતાજી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.

અમુક નકામી વસ્તુઓનો નિકાલ કરવો જોઈએ

અક્ષય તૃતીયાના દિવસે ધનની દેવી માં લક્ષ્‍મીની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવી ધાર્મિક માન્યતા છે. આ ઉપરાંત ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે. આથી મા લક્ષ્‍મીની કૃપા મેળવવા માંગતા લોકોએ અક્ષય તૃતીયા પહેલા ઘરમાં પડેલી અમુક નકામી વસ્તુઓનો નિકાલ કરવો જોઈએ. અક્ષય તૃતીયા પહેલા ઘરમાંથી સૂકા છોડ અને સૂકા ફૂલના છોડનો નિકાલ કરવો જોઈએ.

જૂની સાવરણી બદલવી જોઈએ
ઉપરાંત આ વસ્તુઓ ઘરમાં વાસ્તુ દોષ બનાવે છે. આ સિવાય ઘરમાં પડેલા તૂટેલા વાસણો પણ બહાર ફેંકી દો. તૂટેલા વાસણો પણ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. દિવાળીની જેમ અક્ષય તૃતીયા પર તુટેલી જૂની સાવરણી બદલવી જોઈએ. ઘરમાં રાખેલી સાવરણી તૂટી ગઈ હોય તો તેને અક્ષય તૃતીયા બદલી નાખવી જોઈએ. મહત્વનું છે કે તૂટેલી સાવરણી ઘરમાં રાખવાથી દરિદ્રતા આવે છે. તૂટેલી સાવરણી ઘરમાં હોય તો માં લક્ષ્‍મીનો ઘરમાં વાસ થતો નથી!

વધુમાં ઘરમાં રહેલા તૂટેલા વાસણોનો પણ નિકાલ કરવો જોઈએ. ઘરમાં તૂટેલા વાસણને કારણે ઘરમાં વાસ્તુ દોષ થાય છે. આથી દુઃખ વધે છે. ધાર્મિક માન્યતા છે કે જે ઘરમાં કકળાટ હોય તે ઘરમા ધનની દેવીનો વાસ ક્યારેય થતો નથી! અમુક લોકોના ઘરના મુખ્ય દરવાજા ડસ્ટબિન જોવા મળતી હોય છે ત્યારે આ સ્થળે ક્યારેય ડસ્ટબીન રાખવી ન જોઈએ. જો આવું કરવામાં આવે તો માતા ક્રોધિત થઈ જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles